________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૩ અમુક ક્ષેત્રમાં પાપકર્મથી દુઃખના સંગે વડે પીડાય છે અને તે જે અત્યક્ષેત્રમાં જાય છે તે પુનઃ દુઃખી રહેતો નથી પરંતુ સુખના સંગો પ્રાપ્ત કરીને સુખી બને છે. મારવાડ સ્થળી વગેરેના ઘણું જેને કર્ણાટક, બંગાલા વગેરેમાં વ્યાપારાર્થે ગયા અને હાલ તેઓ ત્યાં સુખી થયા છે. કેટલાક જૈને ઈંગ્લાંડ કાન્સમાં વ્યાપારાર્થે ગયા છે અને ત્યાં તેઓ સુખી થયા છે. જૈનેના તીર્થંકરે પૂર્વે અયોધ્યા, બંગાલામાં જન્મ્યા હતા અને જૈને મગધ દેશ વગેરે દેશમાં કરોડોની સંખ્યામાં હતા, તેના સ્થાને હાલ ત્યાં મૂલસ્થાયી જાત તરીકે જૈને નથી અને ગુજરાત, માળવા, મારવાડ, કાઠિયાવાડ, કરછ તથા દક્ષિણ તરફ જૈનોની વિશેષ સંખ્યા છે. જેનોએ સુખદુઃખપ્રદ સંગને પરિપૂર્ણ વિચાર ન કર્યો તેથી તેઓ સત્તા, લદ્દમી, વિદ્યા અને સં
ખ્યામાં ઘટતા ઘટતા અગતિના મૂલસ્થાનપર્યન્ત આવી પહોંચ્યા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યએ અને એ સુખદુઃખપ્રદ સંગેને. પરિપૂર્ણ વિચાર ન કર્યો તેથી તેઓ અવનતિના યજમાન બન્યા છે. હવે તે આ જાગે–તમે કેવા દુઃખી થયા છે તમારી માનસિક, વાચિક અને કાયિક શક્તિથી કેટલા બધા ભ્રષ્ટ થયા છે તેનો વિચાર કરે. આલસ્ય, કુસંપ, વેર, ઈર્ષ્યા, સંકુચિત રૂઢીઓ, અને સંકુચિત દષ્ટિથી તમે ઘેરાઈ ગયા છે તેને વિચાર કરે. તમારા પૂર્વજોની ઉન્નતિને હવે ગાઈને તથા તેથી અભિમાની બનીને બેસી રહેવાને સમય નથી. જાગો, જાગો, જલ્દી જાગે. ઈર્ષાદિ દુખપ્રદ સંગોની માયાજાળને દૂર કરી નાખો. આલય, વૈર, ઈર્ષ્યા અને અજ્ઞાન એજ દુઃખના સંગ છે. તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. પૂર્વની ઝાહેઝલાલીની યાદી કરીને હવે રેવાથી કંઈ વળવાનું નથી. હવે તો મન, વચન અને કાયાની શક્તિ કેળવીને બ્રિટીશ રાજ્યની શાંતિમય છાયામાં રહી પ્રગતિકારક પ્રવૃત્તિમાર્ગમાં આગલ વધે. સુભાગ્યેગે તમારી ઉન્નતિ કરવા અને તમારી આંખ ઉઘાડીને શુભમાર્ગ ચઢાવવા માટે બ્રિટીશરાજ્યની સ્થાપના થઈ છે તેને લાભ લઈને દરેક બાબતની પ્રગતિ કરવામાં પશ્ચાત્ ન રહે. દુઃખપ્રદ સંયેગો કરતાં ઈંગ્લીશ સરકારના રાજ્યમાં આર્યોને સુખપ્રદ સંગે ઘણા છે. તમને
૫૫
For Private And Personal Use Only