________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરૂર
પ્રવતી નથી શકતા તે તે અનેક પ્રકારની હાનિને પ્રાપ્ત કરી શકે છે. દેશને, રાજાને, પ્રજાને, કામને, ગૃહસ્થને અને ત્યાગીને સુખપ્રદ અને દુઃખપ્રદ કયા કયા સંયોગો વચ્ચે ઉભા રહેવાનુ થયુ છે તેઓ પોતે જે તે નથી જાણતા તા તે અન્યની પેઠે અન્યની કૃપાપર જીવવાને લાયક બની શકે છે. દુ:ખપ્રદ સંયોગોને જાણવામાં આવે છે તા તેને હઠાવી શકાય છે અને સુખપ્રદ સયાગાને પ્રાપ્ત કરી શકાય છે. મનુષ્યે તાવડીમાં જેમ રોટલીનું પાસું બદલાય છે તેમ દુઃખના સંયોગોથી પરા મુખ થઈ સુખસંયોગો તરફ વળવું જોઇએ. જે ક્ષેત્રકાલે દુ:ખપ્રદ સંચાગોનો નાશ થાય અને સુખપ્રદ સંચાગા પ્રાપ્ત થાય એવા ક્ષેત્રકાલે કાર્યપ્રવૃત્તિ આરંભવી જોઇએ. પારસીઓએ દુ:ખપ્રદ ઈરાનદેશની તે વખતની સંગાની સ્થિતિ અવલેાકી તેથી તેઓ ઈરાનમાંથી નીકળી હિન્દુસ્થાનમાં આવ્યા. તેથી તે સ્વધર્મનું અસ્તિત્વ અને સ્વધર્મકામનું અસ્તિત્વ સંરક્ષી શક્યા. આદ્ધોએ જૈનો અને હિન્દુઓના સમયમાં પેાતાની કામનું અને પોતાના ધર્મનું અસ્તિત્વ ન રહી શકે એવા દુ:ખપ્રદ સંયોગને દેખી તેઓ તીબેટ, ચીન, બ્રહ્મદેશ તરફ પ્રયાણ કરી ગયા. કહેવાને સારાંશ એ છે કે સુખપ્રદ સંયોગો જ્યારે તેના પ્રતિકુલ બની દુ:ખપ્રદ સંયેાગરૂપે બન્યા ત્યારે તેઓએ અન્યદેશમાં સ્વધર્મનું અસ્તિત્વ જાળવ્યું. દરેક કામને, દરેક જાતને કાલની વિચિત્ર ઘટનાઓ અને દેશની વિચિત્ર ઘટનાઓમાંથી પસાર થવા વારંવાર સુખપ્રદ સંયોગાના અનુસારે અદલાવું પડે છે. ગુજરાતના જૈનોએ એક સૈકા લગભગથી સુખદુઃખપ્રદ સચેાગેાના વિચાર કરીને દક્ષિણદેશમાં વ્યાપાર્થે પ્રવૃત્તિ કરી છે અને તે પુના, અહમદનગર, માલેગામ, ધુળીયા વગેરેમાં સુખી થયા છે. કોઈને કોઈ ક્ષેત્રમાં અને કાઇ કાલમાં પુણ્યના ઉદય થાય છે. પાણીના રંક શેઠે વલ્લભીપુરમાં પ્રયાણ કર્યું અને ત્યાં તેઓ કાડાધિપતિ બની, તાતાર વગેરે જાતના લાકોએ હિન્દુસ્થાનપર સ્વારીએ કરી અને તેઓ આર્યદેશના સ્વામી બન્યા. આબેએ હિન્દુસ્થાનપર સ્વારી કરી તેથી તેઓ સુખપ્રદ સંયોગોને પ્રાપ્ત કરી શક્યા. ઈંગ્લાંડના લોકો અમેરિકામાં ગયા અને ત્યાં તે સુખી બન્યા. અમુક મનુષ્ય
For Private And Personal Use Only