________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૬
ભાવ જાગ્રત્ થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર કોમ એ મારી છે એવા ભાવ જાગ્રત થાય છે. એશિયા, યુરાપ, આફ્રિકા, અમેરિકા અને આસ્ટ્રેલિયા દેશ મારા છે એવી ભાવના જાગ્રત થાય છે. પશ્ચાત્ સર્વ વિશ્વ મ્હારૂં એવી ભાવના જાગ્રત થાય છે તેથી હૃદચની વિશાલતાના વર્તુલમાં વૃદ્ધિ થાય છે. જ્ઞાતિ તે હુ, ધર્મ તે હું, દેશ તે હું, યુરોપ, આફ્રિકા, અમેરિકા અને આસ્ટ્રેલીયા તે હું એવા ભાવ જાગ્રત થાય છે. સર્વ વિશ્વ તે હું એવી આત્માની વ્યાપક ભાવના જાગે છે. પશ્ચાત્ અખિલબ્રહ્માંડો તે હું એવો ભાવ જાગ્રત્ થતાં કાર્યનુ અશુભ કરવાની વૃત્તિ થતી નથી પરંતુ પશ્ચાત્ અશુભ કરવાની વૃત્તિના ત્યાગ કરીને ત્યાગી બની શકાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તે હું એવા શુભાહંભાવ જાગ્રત થતાં ચારે વર્ણની શુભ સેવા કરવાને સર્વસ્વાર્પણ કરવામાં ઇશ્વરની તુલ્ય ઉદારભાવથી પ્રવૃત્તિ થાય છે. સર્વ વિશ્વવર્તિજીવા તે હું એવી શુભવૃત્તિવડે આત્મા સર્વત્ર શુભભાવમાં વ્યાપક થતાં સાત્વિક ગુણી મહાપ્રભુ ખની શકે છે. શુભમમત્વ અને શુભ અહંભાવને ઉપર પ્રમાણે જે ખીલવીને કાર્યયેાગી બને છે તે ધર્મસેવા, કામસેવા, સાર્વજનિકહિત સેવા, રાજ્યસેવા, ક્ષાત્રકર્મસેવા, વિદ્યાકર્મસેવા, વિદ્યાવ્યાપાર-હુન્નરકળા સેવા, સેવા, દેશસેવા, સાધુસન્તસેવા, પ્રભુસેવા, શુસેવા, કુટુંબસેવા અને ગુરૂજનસેવા વગેરે અનેક સેવાઓને આદરવા શક્તિમાન થાય છે અને કર્મચાગી બનીને ગમે તેવા સંયેગામાં ઉંચે ચડે છે; પરન્તુ કર્મયોગથી ભ્રષ્ટ થઈ કદાપિ પાછળ પડતા નથી તથા પતિત થતા નથી. માતાની સેવા કરવી તે માતૃયજ્ઞ છે. સ્વવિચાર પ્રમાણે પિતાની સેવા કરવી તે પિતૃયજ્ઞ છે. પશુઓની સેવા કરવી તે પયજ્ઞ છે. પંખીઓની સેવા કરવી તે પક્ષીયજ્ઞ છે. વૃષાની સેવા કરવી તે વૃષભયજ્ઞ છે. ગાયનુ સેવાદ્વારા ખાનાપાનાદિથી રક્ષણ કરવું તે યજ્ઞ છે અતિથિયાની સેવા કરવી તે અતિથિયા છે. ગુરૂની સેવા કરવી તે गुरुयज्ञ છે. સર્વ જીવાની રક્ષા કરવી તે સર્વજ્ઞોત્રજ્ઞ જાણવો. દેશની તન, મન, ધન અને વાણી વડે સેવા કરવી તે વેરાયજ્ઞ જાણવો. રાજ્યની તન મન અને ધન વડે સેવા કરવી તે રાજ્યયજ્ઞ અખાધવા. ક્ષત્રિયાની
For Private And Personal Use Only