________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
કરવાનાં છે તેમાં સ્વૈર્ય ધારણ કરીને પ્રવૃત્ત થવું જોઇએ. શુભાંમમત્વભાવનાનું અનન્તાષ્ટિ વર્તુલ ધારણ કરીને અમુક સ્વાધિકારે મર્યાદિત કર્તવ્યકાર્યપ્રવૃત્તિ સેવતાં અશુભમાં બંધાવાનું થતું નથી અને સંકુચિત વિચારવડે સ્વપરને હાનિ પહોંચાડી શકાતી નથી. આત્માને અનન્ત અસ્તિધર્મ અને અનન્ત નાસ્તિધર્મવડે યુક્ત સાપેક્ષપણે અવમેાધતાં અહંમમત્વનાં ક્ષુદ્ર અશુભ અહંમમત્વ વર્તુલે તે ક્ષણમાત્ર પણ હૃદયમાં વાસ કરવાને શક્તિમાન થતાં નથી અને ક્રિયામાં પણ ક્ષુદ્ર અશુભ વર્તુલાની પ્રવૃત્તિ દેખાતી નથી. તેમજ હૃદયમાં નવીન અહંમમત્વના સંસ્કારે પડતા નથી. આવી દશા ખરેખર આત્માનુ અનેકાન્ત સ્વરૂપ જાણુવાથી બને છે. અતએવ ઉપર્યુક્ત શ્લોકમાં વિજ્ઞાય ચેતનમ્ ચેતનને જાણીને પ્રવૃત્તૌ ણં સ્થિરો મય પ્રવૃત્તિમાં તું સ્થિર થા!!! એમ જે કથવામાં આવ્યું છે તે યુક્તિયુક્ત સર્વવિશ્વહિતકારક સિદ્ધ ઠરે છે. આત્માનું સ્વરૂપ અવમેધવાથી અનન્તષ્ટિ થવાથી સકુચિત દ્વિારા જે જે મતા અને જે જે આચારા આંધવામાં આવેલા હોય છે અને તેથી જે જે કષાયો સેવવામાં આવેલા હોય છે તે તે સર્વે જેમ સ્વપ્તમાંથી જાગ્રત થયા આદુ સ્વરની માજી નષ્ટ થાય છે તેમ તેઓ સર્વે સકુચિત વિચારો અને સંકુચિત પ્રવૃત્તિયા ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. તેમજ સર્વ જગતના સર્વ વિચારો અને આચારોને અનન્ત જ્ઞાનષ્ટિની સાપેક્ષતાપૂર્વક જાણવાથી અશુભ અહંમમત્વ, કદાગ્રહ, કલેશ, અને મતમાન્યતા વગેરે કંઇ રહેતું નથી. જે મનુષ્યા જે જે વિચાર અને પ્રવૃત્તિયા કરે છે તેમાં તેઓ તેઓની દૃષ્ટિના અનુસારે કરે છે. તેઓ જ્યારે અનન્તજ્ઞાન વર્તુલરૂપ આત્મામાં આગળ વધશે ત્યારે તેઓ સ્વયમેવ સંકુચિત વિચારો અને આચારોથી હડશે અને સ્વાધિકારે સ્વપ્રવૃત્તિમાં અશુભ અહંમમત્વનો ત્યાગ કરીને પ્રવર્તશે. આત્મજ્ઞાની અશુભ અહંમમત્વવૃત્તિયેથી વિશ્વબગીચાના કોઈ પણ ભાગના નાશ કરવા પ્રયત્ન કરતા નથી. અશુભ અહંમમત્વભાવના ટળવાની સાથે શુભ અહંમમત્વભાવના ખીલે છે અને તેથી વસુધૈવ કુટુમ્બમ્ વસુધા કુટુંબ એવી ભાવના જાગ્રત થાય છે. આત્મજ્ઞાનનુ અનન્ત જ્ઞાનવર્તુલ વિકસવા લાગે છે ત્યારે જન્મદેશ તે મ્હારા એવે
૫૪
For Private And Personal Use Only