________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૩
ત્મજ્ઞાનરૂપ કિરણ વડે અહંમમત્વ સંસ્કારરૂપ વાદળાંઓને વિખેરી શકાય છે એમ વસ્તુતઃ અવબોધવું. કિરણો તે વાદળાં નથી તેમ આ
ત્મા તે અહંમમત્વ સંસ્કારરૂપ નથી. અહંમમત્વ સંસ્કારથી ભિન્ન એવા આત્માને જ્યારે સ્પષ્ટપણે અવકવામાં આવે છે ત્યારે બાહ્યકર્તવ્યકાર્યોમાં અહંમમ એ પ્રત્યય ક્યાંથી થઈ શકે ? અર્થાત્ ન થઈ શકે. મન, વાણી અને કાયાના એગથી જ્યારે આત્મા ભિન્ન છે અને એ આત્મા નથી તે બાહ્ય વસ્તુઓમાં અહંમમત્વ સંસ્કારે તે ક્યાંથી પ્રગટી શકે? બાહ્યકર્તવ્ય કાર્યોને કરવામાં આવે અને મહારૂં હારું એ શબ્દવ્યવહાર કરવામાં આવે તેપણ કર્તવ્ય કાર્યોમાં અહંમમત્વ પરિણામ ન હોવાથી તેમાં બંધાવાનું થતું નથી અને આત્માની શક્તિચોપર અહંમમત્વ સંસ્કારને લેપ લાગી શકતો નથી. અનાદિકાલથી અહંમમત્વ પરિણામના સંસ્કાર પડેલા હોય છે તે આત્મજ્ઞાનવડેજ ટળે છે એ અનાદિ સંસિદ્ધ નિયમ હોવાથી પ્રત્યેક મનુષ્ય આત્માને જાણી અને અહંમમત્વ સંસ્કારને ત્યાગ કરી કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. જ્ઞાની શિક્ષા આપે છે કે તું પિતાને જાણ. sir w ૩rતમારા વિરહ્યો નહિ, ત્યાં જ સાધન ફૂટી ઈત્યાદિ મહાત્માઓનાં વચનેવડે અવધી શકાય છે કે આત્માને જાણીને જ અહમમત્વ સંસ્કારને દૂર હઠાવી શકાય છે; અતએવ આત્માને જાણી અહંમમત્વ સંસ્કારને હઠાવી જે જે સ્વાધિકારે મન, વચન અને કાયાદિથી કર્તવ્ય કાર્યો હોય તે કર્યા કર !!! અહંમમત્વ સંસ્કારને હઠાવ્યા પશ્ચાત્ અહંમમત્વવૃત્તિરહિતપણે કર્તવ્ય કાર્યો થયા કરે છે અને સર્વમાં રહીને જલથી નહિ ભિંજાવાની આત્માની દશાને પ્રાપ્ત કરી શકાય છે તથા કાર્ય કરતાં નિવૃત્તિ અનુભવી શકાય છે. તે મનુષ્ય! તું અહંમમત્વના સંસ્કાર અને વિચારને હઠાવીને આત્મિક પ્રગતિકારક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થા. કદાપિ તું અહંમમત્વ સંસ્કારને સેવીશ નહિ. તું સિદ્ધબુદ્ધ પરમાત્માને બંધુ છે. રાજા તો પરમ આત્મા તે પરમાત્મા છે. અહંમમત્વ સંસ્કારને હૃદયમાં ન પાડવા એ હારા હાથમાં છે. વેદાન્તદર્શની મહાત્મા સ્વામી રામતીર્થ ઉદારભાવથી અહંત્વભાવનું શુભવર્તુલ જેવું દર્શાવે છે તે પ્રમાણે અહેવભાવ વિના
For Private And Personal Use Only