________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨
જ્ઞાન પ્રાપ્ત કરીને વાસ્તવિક સ્વાધિકારે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિને સેવતા હતા. તેઓ આત્માને જાણવામાં તથા અનુભવવામાં પક્ષપાત કરતા નહતા. સર્વ વિશ્વપ્રવતિતધર્મોને સાર એ છે કે આત્મામાં પરમાત્મતા પ્રકટાવવી. પરમાત્મસ્વરૂપમાં લીન થઈ જવું એજ છેવટને સત્ય સિદ્ધાંત ઠરે છે; અરે શેષ તે પરિવારભૂતજ્ઞાન સામગ્રીઓ અવબોધાય છે; અએવ ઉપર્યુક્ત કલેકમાં જણાવ્યું છે કે ચેતનને જાણીને કાર્યપ્રવૃત્તિ સેવ. જ્યારે ત્યારે આત્માને જાણવાથી બાહ્ય વસ્તુઓ દ્વારા પ્રકટતા અહંમમત્વના સંસ્કારને દૂર કરી શકાશે.
જ્યાં હું અને મહારૂં છે ત્યાં પ્રભુ નથી. જ્યાં હું ને મારું એ ભાવ છે ત્યાં મેહવૃત્તિ હોવાથી આત્માના ધર્મનું અવલંબન લેઈ શકાતું નથી. જ્યાં હું ને મ્હારૂં છે ત્યાં આત્મા અને પરમાત્માની
તિનું દ્વાર બંધ છે એમ અવબોધવું. જ્યાં હું ને મારૂં છે ત્યાં આત્મા નથી અર્થાત્ ત્યાં રાગદ્વેષ છે. હું અને મારૂં એવી દષ્ટિથી
જ્યાં વપરને દેખવાનું થાય છે ત્યાં દષ્ટિદ્વારા પરમાત્મ પ્રકાશ અવલોકી શકાતું નથી. હું અને મારૂં એવી વૃત્તિના સંસ્કારને હઠાવવાને માટે આત્માને જાણવું જોઈએ. હું અને મહારૂં એવી વૃત્તિના સંસ્કારોની પેલી પાર રહેલે આત્મા જ્યારે આત્માના જ્ઞાનવડે અનુભવગમ્ય થાય છે ત્યારે આત્મા જે જે મન વચન અને કાયાવડે કાર્યો કરે છે તેમાં અહંમમત્વના સંસ્કારેને પ્રગટાવી શકતું નથી. જે અહંમમત્વરૂપ પુરણ છે તે વસ્તુતઃ આત્મા નથી અને અહંમમત્વની મેહસ્ફરણાઓને જ્યાં સર્વથા વિલય થયા બાદ આનન્દતિની ઝાંખીને અનુભવ થાય છે તે જ આત્મા છે એ જ્યારે પરિપૂર્ણ અનુભવ થાય છે ત્યારે કઈ પણ કાર્ય કરતાં અહંમમત્વના સંસ્કારે નવા પ્રગટાવી શકાતા નથી અને પૂર્વે જે જે અહંમમત્વવિશિષ્ટ સંસ્કાર પ્રાપ્ત કરેલા હોય છે તે સર્વે ક્ષણે ક્ષણે મન્દ પડી સર્વથા નષ્ટ થઈ જાય છે. વાદળાંઓમાંથી સૂર્યનાં કિરણોને પ્રકાશ પડવા માંડે છે કે તુરત વાદળાઓ વિખરાવા માંડે છે અને સૂર્ય સ્વકિરણો વડે સર્વત્ર પ્રકાશી શકે છે; પશ્ચાત્ કિરણે તે વાદળાંવડે ઢંકાઈ જતાં નથી. કિરણે તે આત્મજ્ઞાન સમાન છે અને વાદળાં તે અહંમમત્વ સંકારરૂપ છે. આ
For Private And Personal Use Only