________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૯
વિવેચન–અહંમમત્વના સંસ્કારને ત્યાગ કરે તે રાધાવેધ સાધવાના કરતાં અનન્ત ગુણ મુશ્કેલ કાર્ય છે. આત્માનું પરિપૂર્ણ જ્ઞાન થયા પશ્ચાત્ અહંમમત્વના સંસ્કારને ત્યાગ કરી શકાય છે.
સ્ફટિક રત્ન સમાન આત્મા નિર્મલ છે. સ્ફટિક રત્નની આગલ રક્તપુષ્પ ધરવામાં આવશે તે તેની છાયા પેલા સ્ફટિકરત્નમાં પડવાથી તે રક્ત દેખાશે અને કૃષ્ણવર્ષીય પુષ્પની છાયાગે તે કૃષ્ણ દેખાશે. સ્ફટિકમાં રક્તતા અને શ્યામતા એ ઉપાધિકૃત છે પરંતુ સ્ફટિકરત્નની તે નથી, તદ્વત્ર આત્મા પણ સ્ફટિકરત્નના સમાન નિર્મલ છે, પરંતુ રાગદ્વેષના પરિણામે તે સગી દ્વેષી ગણાય છે. આત્મા વસ્તુતઃ સત્તાએ સિદ્ધ સમાન છે પરંતુ કર્મના સંબંધે સ્વભાન ભૂલીને તે પરવસ્તુઓમાં હું અને મારાપણાની બુદ્ધિ ધારણ કરે છે પરંતુ તે બ્રાન્તિ છે. બહિરાત્મભાવથી અહંમમત્વના સંસ્કાર એટલા બધા આત્માની સાથે સંબંધિત થયા છે કે આત્મા જે જે જડવસ્તુઓમાં પિતે નથી તેમાં હું એ પ્રત્યય ધારણ કરે છે. જૈનાગમરષ્ટિએ કર્મ અને આત્માને અનાદિકાલથી સંગ સંબંધ છે અને કર્મને સંબંધ ટળતાં આત્મા સ્વયં પરમાત્મા બને છે અને તે સિદ્ધસ્થાનમાં વિરાજે છે. પશ્ચાત્ ત્યાંથી સંસારમાં જન્મ જરા અને મરણના ચકમાં આવવાનું થતું નથી. જૈનદષ્ટિએ બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા એ ત્રણ પ્રકારના આત્માઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી આત્મા પિતાનું સ્વરૂપ અવધી શકો નથી અને જડવસ્તુઓમાં આત્મબુદ્ધિ ધારણ કરે છે તાવત્ તે બહિરાત્મા કથાય છે. આત્મા જ્યારે જડેચેતન તત્ત્વજ્ઞાનપૂર્વક પિતાનું સમ્યક્ત્વવિવેક આત્મતત્ત્વને અવધે છે ત્યારે તે અન્તરાત્મા કથાય છે. અન્તરાત્મા પિતાના આત્મામાં સર્વાનન્ત સુખ વગેરે શક્તિને નિર્ધાર કરે છે અને તે આત્મામાં પરમાત્મત્વને નિશ્ચય કરી અન્તરમાં આત્મત્વની શ્રદ્ધા કરનારા હેવાથી અન્તરાત્મા કથાય છે. ચાર ઘાતકર્મને અને અઘાતીચારવં અષ્ટકર્મને ક્ષય કરીને જે શુદ્ધ થાય છે તેને પરમાત્મા કથે છે. ચાર ઘાતકર્મને જેણે ક્ષય કર્યો છે અને અઘાતી કર્મને ક્ષય નથી કર્યો તે ભવસ્થ જીવન્મુક્ત પરમાત્મા કહે
For Private And Personal Use Only