________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
નથી. વાતે કરે વડાં કદી વડાં થવાનાં નથી. દીર્ઘસૂત્રી પણ હદ બહાર ન થવું જોઈએ. ઉત્સાહપૂર્વક સુવ્યવસ્થા કરીને કાર્ય કરવું ને કરવું, પણ નકામા ન બેસી રહેવું. નકામા બેસી રહેવાથી આલસ્યરૂપ ઉદેહી ખરેખર મનમાં ઉત્પન્ન થાય છે અને તેથી આત્માની સર્વ શક્તિમાં સડો પેસે છે, તથા વ્યષ્ટિ તથા સમષ્ઠિનું શ્રેય સાધી શકાતું નથી. અતએ સુવ્યવસ્થાઓ કરીને કાર્યપ્રવૃત્તિમાં એક ક્ષણ પણ નકામે ન જવા દે એજ ખાસ લક્ષ્યમાં રાખવું જોઈએ. જે મનુષ્ય સ્વાધિકાર જે જે કાર્યો કરવાના છે તે જાણતા નથી અને જાણતાં છતાં પણ સુવ્યવસ્થાથી કાર્ય કરતા નથી તે મનુષ્ય દેશ અને કમને એક ભારભૂત સમાન જાણવા. આત્મશક્તિથી બહારનું કાર્ય પણ ન કરવું જોઈએ. ભલે ગમે તેવું ઉત્તમ હોય, પરંતુ આત્મશક્તિ બહારનું કાર્ય કરવાથી આત્માથી થઈ શકતું નથી તેથી વ અને પરને કશે લાભ થઈ શકતો નથી, તેમજ આત્મશક્તિ બહારનું કાર્ય કરતાં સ્વાત્માને નાશ થાય છે. અએવ મા રિજ્ઞા એમ વાક્ય મૂકવાની જરૂર પડી છે. આત્માની શક્તિ જાણીને કાર્ય કર. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી પિતાની શક્તિને જાણ અને સ્વયેગ્યકાર્યોને નિયમિતકાલાદિ વ્યવસ્થાપૂર્વક કર કે જેથી નિયમિત સુવ્યવસ્થાથી આ ત્મશક્તિ પ્રતિદિન વધતી જાય. જે જે કાર્યો કરવાનાં હેય તેઓનાથી જે જે વિરૂદ્ધ કાર્યો હોય તેઓનું પણ દ્રવ્ય ક્ષેત્રકાલાદિકથી જ્ઞાન પ્રાપ્ત કરવું કે જેથી પશ્ચાત મતિ સંમેહથી સ્વાધિકાર વિરૂદ્ધ કાર્યમાં અવ્યવસ્થાથી પ્રવૃત્તિ ન થાય. ઉપર્યુક્ત શ્લેક ભાવાર્થને અનેકનની દૃષ્ટિથી અવધીને હે કર્મગિન !! સુવ્યવસ્થાથી સ્વાધિકારે કાર્યો કર.
અવતરણ–અહેમમત્વ સંસ્કાર ત્યાગપૂર્વક સ્વકર્તવ્યમાં સ્થિર થવાનું કથવામાં આવે છે.
अहंममत्वसंस्कारों स्त्यक्त्वा विज्ञाय चेतनम् । स्वकर्तव्यं परिज्ञाय, प्रवृत्तौ त्वं स्थिरो भव !!! ५०
શબ્દાથ–અહંમમત્વ સંસ્કારને ત્યજીને અને આત્માને જાણીને તથા સ્વકર્તવ્યને જાણે સ્વકાર્ય પ્રવૃત્તિમાં સ્થિર થા.
For Private And Personal Use Only