________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૭
ઉત્કાન્તિને કેમ અખંડ રીતે પ્રવર્તી શકે. આ જમાનામાં જે દ્રવ્યક્ષેત્ર કાલાનુસાર વક્તવ્ય પ્રવૃત્તિમાં પશ્ચાત્ રહે તે પતિત થએલ જાણે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને એ સ્વાધિકાગ્ય સ્વક્તવ્યકાર્યોમાં આત્મશક્તિનું જ્ઞાન કરીને અપ્રમત્તપણે ઉત્સાહથી પ્રવર્તવું જોઈએ. પરસ્પર વિર્યસંઘર્ષણ દ્વારા પરસ્પરની અવનતિ થાય એવા વિચારે અને આચારની ચર્ચા, ખંડન મંડનથી દૂર રહેવું જોઈએ. વેદધર્મપ્રવર્તકેની સામે સ્પર્ધામાં જૈનાચાર્યો જે પરસ્પર એક શૃંખલાના અંકેડાની પેઠે સંબદ્ધ થઈને ઉભા રહ્યા હતા તે અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારવર્ણમાં પૂર્વે જૈનધર્મ પ્રવર્તતે હવે તેને દેશકાલાનુસારે ધર્મપ્રચારક સુજનાઓની સુવ્યવસ્થાઓ વડે પરસ્પર સ્વસ્વયેગ્ય કાર્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત થઈને ઉદાર ઐક્યભાવે પ્રચાર્યો હોત તે તેઓનું રાજ્ય સામ્રાજ્ય, વ્યાપારસામ્રાજ્ય, વિદ્યાસામ્રાજ્ય, સેવાસામ્રાજ્ય અને ધર્મસામ્રાજ્યને વર્તમાનમાં ચતુવર્ણમાં દેખી શકત. જે મનુષ્યો પ્રમત્ત થાય છે તેના હસ્તમાં કોઈ પણ જાતનું પ્રગતિકર સામ્રાજ્ય રહેતું નથી એ અચલ વિશ્વનિયમ છે. એવું અવબોધીને આત્મશક્તિને અનુભવ કરી દ્રવ્ય ક્ષેત્રકાલભાવનું જ્ઞાન કરી સ્વચ કર્તવ્ય કાર્યોને સુવ્યવસ્થા કરીને કરવાં જોઈએ. પ્રથમ કાર્ય કરવાની ચારે બાજુથી વ્યવસ્થા અને પશ્ચાત્ કાર્ય કરવાની પ્રવૃત્તિ એજ નિયમ સર્વત્ર ઉલ્કાન્તિ પંથને અનુસરનારે છે. કાર્યવ્યવસ્થા માટે વર્તમાન જમાનાને અનુસરી બ્રિટીશ પાસેથી ઘણું શિખવાનું છે. તેઓ જે જે કાર્યો કરે છે તેની જેવા પ્રકારની વ્યવસ્થા કરે છે તેને પરિપૂર્ણ અનુભવ કરવો જોઈએ. કાર્યવ્યવસ્થા માટે જેટલું લક્ષ્ય તેટલું જ કાર્ય શીધ્ર થાય છે એમ અવબોધવું. પ્રત્યેક કાર્યની પ્રથમ વ્યવસ્થા કરીને આજુબાજુના ક્ષેત્રકાલાદિકના સાનુકુલ પ્રતિકુલ સંયોગોને ધ્યાનમાં રાખી યથાશક્તિ કાર્ય કરવાની પ્રવૃત્તિ સેવ!!! કે જેથી સંસારવ્યવહારમાં અનેક ઠોકરથી બચી શકાય અને કાર્ય કરવાને અનુભવ પ્રાપ્ત થઈ શકે. આર્યાવર્તમાં આર્યો પૂર્વે સુવ્યવસ્થાપૂર્વક પ્રત્યેક કાર્યને દ્રવ્યોત્રકાલનસાર કરતા હતા તેની સાક્ષી તરીકે અનેક પુસ્તકે વિદ્યમાન છે, પરંતુ તે શ્રવણ કરી બેસી રહેવાથી કંઈ વળતું
૫૩
For Private And Personal Use Only