________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૩
કોઈ પણ કાર્ય કરતાં પૂર્વે જે જે કાર્યપ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં પિતાનું જ્ઞાન કેટલું છે? પોતાની શક્તિ કેટલીક છે? કયા કયા મનુ
બે કેવી રીતે તે કાર્ય કરે છે? મારાથી તે કાર્ય કરવામાં ક્ષેત્રની અને કાલની તથા ભાવની અનુકુળતા છે કે કેમ? તેમજ જે જે પ્રતિકુલતા આવે તેને પહોંચી શકે તેટલી મારી શક્તિ છે કે કેમ? તેને પરિપૂર્ણ વિચાર કર જોઈએ. આ બાબતમાં શિવાજી અને પ્રતાપસિંહ રાણાની કાર્ય કરવાની આત્મશક્તિને અને દ્રવ્ય ક્ષેત્રાદિકનાજ્ઞાનને મુકાબલે કરવામાં આવે છે. યુદ્ધ શક્તિમાં પ્રતાપસિંહ કરતાં શિવાજી આગલ ચઢી શકે તેમ જણાતું નથી, પરંતુ શિવાજીએ જે જે કળાઓ વાપરીને યુદ્ધ કર્યા તેવું કાર્ય ખરેખર પ્રતાપસિંહ કરી શકે નહિ. ખરું કથીએ તે શિવાજીએ દેશકાલની પરિસ્થિતિ અવલેકી દેશકાલાનુસાર યુક્તિથી યુદ્ધ કર્યું તે પ્રમાણે પ્રતાપરાણાએ આત્મશક્તિની તુલનાથી પ્રવૃત્તિ કરી હોત તે ચીતડને કિલે તેના જીવતાં પિતે મેળવી શકત. પ્રતાપસિંહ વગેરે રાજપુતોએ પ્રાચીન પ્રદ્ધતિ પ્રમાણે પ્રવર્તી નકામાં કેશરીયાં કરી અનેક વીરેને પ્રાણ ગુમાવ્યું. જોકે કેશરીયાં કરીને યુદ્ધ કરવું તે ઉત્તમ છે, પરંતુ તેની સાથે દ્રવ્ય ક્ષેત્રકાલભાવને વિચાર કરી યુદ્ધકુલ નીતિને ઉપયોગ કર્યો હતો તે તેને જેટલી હાનિ પહોંચી તેટલી ન પહોંચી શકત. પ્રામાણ્ય આર્યયુદ્ધનીતિમાં પ્રતાપસિંહની આર્યતા એવી ઝળકી ઉઠે છે કે તેનું વર્ણન થઈ શકે નહિ; પરન્તુ પ્રતાપસિંહે શત્રુની યુદ્ધનીતિને દ્રવ્યક્ષેત્રકાલભાવે વિચાર કર્યો હતો તે તેની જેટલી હાનિ થઈ તેના કરતાં તે પ્રમાણે લાભ પણ વિશેષ મળી શકત. પ્રતાપસિંહમાં ક્ષત્રિયત્વના જેટલા ગુણ હતા અને જેટલી યુદ્ધસામગ્રી હતી તે પ્રમાણે કાલાનુસારે યુદ્ધનીતિની સામ-દામ-દંડ અને ભેદના વિચાર સાથે ગતિ હેત તે સ્વરાજ્ય સરક્ષકત્વની સાથે સ્વરાજ્ય પ્રગતિ કરી શકત. દેશકાલાનુસાર કાર્યપ્રવૃત્તિને વિચાર કરીને તથા સ્વાત્મશક્તિને વિચાર કરીને કાર્યમાં પ્રવૃત્ત થવાથી વાસ્તવિક વિય પ્રાપ્ત કરી શકાય છે. શિવાજીએ હિન્દુધર્મનું સંરક્ષણ કરવા માટે જે જે પ્રવૃત્તિ તે દેશમાં તે કાલમાં કરી હતી તે વાસ્તવિક હતી. જે તે પ્રમાણે તે ન કરી હોત તે હિન્દુધર્મની રક્ષા કરી ન શકત. “શિવાજી ન હોત તો
For Private And Personal Use Only