________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧ર દ્રવ્ય ક્ષેત્રકાલભાવ ઉતારવામાં આવે છે. દ્રવ્યથી પર માટીને-ક્ષેત્રથી ઘટ વિજાપુરને-કાલથી ઘટ શીતતુને અને ભાવથી વર્ણગંધરસ અને સ્પર્શમય, એમ પ્રત્યેક વસ્તુપર દ્રવ્યક્ષેત્રકાલભાવ ઉતારવામાં આવે છે. જે કાર્ય કરવામાં આવે છે તેનું દ્રવ્યથી કાર્ય શું? ક્ષેત્રથી કાર્ય શું? કાલથી કાર્ય શું? અને ભાવથી કાર્ય શું? તેનું વ્યવહાર અને નિશ્ચયથી જ્ઞાન કરવું જોઈએ. આત્માસ્વયં દ્રવ્યથી અમુક, ક્ષેત્રકાલથી અમુક, અને ભાવથી અમુક, ઈત્યાદિથી મનુષ્ય પર્યાયાદિને વિચાર કર જોઈએ. મનુષ્ય પોતે જે અવસ્થામાં હોય તેને તેણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી વિચાર કરે જોઈએ. પિતાની શક્તિ અમુક કાર્ય કરતાં કેટલી છે તેને નિર્ણય કર્યા વિના મનુષ્ય અમુક કાર્ય કરતાં થાપ ખાઈ બેસે છે. અતએ આત્મશક્તિને વિચાર કરીને કાર્ય કરવું જોઈએ. ચાર વર્ષના બાલના શીર્ષપર પચીશ વર્ષને યુવક ઉપાડે એટલે ભાર મૂકવામાં આવે છે તેમાં બાલકને નાશ થાય છે. સ્વાધિકારે જે જે કાર્યો થઈ શકે તેટલી સ્વાત્મામાં શક્તિ હેય વા અન્યની સાહાચ્ય હોય અને તેના કરતાં શક્તિની બહારૂ કાર્યો કરવામાં આવે છે તેમાં સ્વાત્માને નાશ થાય અને અન્યને પણ અત્યંત હાનિ કરી શકાય એવી સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે. અતએ આત્મશક્તિની તુલના કરીને કાર્યપ્રવૃત્તિ સેવવી જોઈએ. મગર જલમાં સ્વકીય બલથી અન્યને પરાજય કરી શકે છે. સરેવરરૂપ ક્ષેત્રબલે તે મેટાં જાનવરોને પણ જલમાં ખેંચી શકે છે. પરંતુ યદિ તે સરેવર બહાર તે પ્રમાણે આચરણ કરતાં પરાજય અને નાશાવસ્થાને પામે એમાં કશું આશ્ચર્ય નથી. ઘુવડ રાત્રીના વખતમાં કાગડાઓને પરાજય કરવા અને નાશ કરવા શક્તિમાન થઈ શકે છે, પરંતુ તેજ ઘુવડ (ઘૂંક) દિવસના સમયમાં કાકેથી પરાજય પામી શકે છે. સિંહ વન, પર્વતરૂપ ક્ષેત્રને પામી સ્વબલવડે વનરાજા તરીકેનું પદ ધારણ કરી શકે છે. પરંતુ તે નગરમાં ફાવી શકે નહિ, પરંતુ તેનું સ્વાસ્તિત્વ ખોઈ બેસે. અમુક મનુષ્ય અમુક અવસ્થામાં અમુક પ્રકારની શક્તિએ અમુક કાર્ય કરી શકે છે, પરંતુ તે તેની જે શક્તિ ખીલેલી હોય છે તેનાથી ભિનકાર્ય કરી શકે નહિ. કવિને યુદ્ધનું કાર્ય પવામાં આવે અને ક્ષત્રિયોને કવિનું કાર્ય સેંપવામાં આવે તે પરસ્પર બન્નેની શક્તિને હાસ થઈ શકે.
For Private And Personal Use Only