________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦
ભૂલ ન થાય. અંધકારમય રાત્રીમાં ગમન કરતાં સરલાઇટથી જે પ્રકાશ પડે છે અને તેથી જેટલી ગમનમાં સાહાચ્ય મળે છે તેના કરતાં ઉપયાગથી પ્રત્યેક કાર્યમાં અનન્તગુણી સાહાય્ય મળે છે એમ ખરેખર હૃદયમાં અવધારવું. ઉપયોગ એ પ્રત્યેક કર્તવ્યકાર્યની ચારે તરફની ખ્યાતિ છે. તેના અભાવે પ્રત્યેક કાર્યને અંધકારમાં કરતાં અનેક દાષા ઉદ્ભવે એ સ્વાભાવિક છે. ઉપયોગથી પ્રત્યેક કાર્ય સારી રીતે થઈ શકે છે અને આત્મા સર્વ ખાખતામાં નિર્લેપ રહી શકે છે. અતએવો ઉપયોગત: પ્રવર્તત્ત્વ એ મહાશિક્ષાને ક્ષણમાત્ર પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તતાં ન વિસરવી જોઇએ. પ્રત્યેકકાર્યમાં ઉપયોગથી પ્રવર્તતાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલે જે થઈ જતી હોય તેની યાદી આવે છે અને પશ્ચાત્ તેને ટાળવાના પ્રયત્ન થાય છે. ઉપયાગવિનાના મનુષ્ય જાગતા છતા પણ ઉંઘતા છે અને ઉપયોગી મનુષ્ય ઉંઘતા છતા પણ જાગત છે એ વાક્યના ભાવાર્થ પરિપૂર્ણ અવમેધીને ઉપયોગથી પ્રવર્તવું જોઈએ. મનુષ્ય ! ગમે તે સ્વાધિકારે કાર્યપ્રવૃત્તિ કરીને ત્હારા આત્માની પ્રગતિ કરવા ઇચ્છતા હોય તો તું ઉપયાગથી પ્રવર્ત. નીચે પ્રમાણેની શિક્ષાના ઉપયોગ રાખ. પ્રારંભિત સ્વકાર્યાંમાં વિઘ્નાના સમૂહ પ્રગટે તાપણ મૃત્યુભીતિને ત્યાગ કરીને પ્રયત્નથી સ્વકાર્યમાં પ્રવર્ત. કાઈ પણ કાર્યપ્રવૃત્તિનો આરંભ કરતાં વિઘ્નઘ પ્રગટે છે. અનેક વિઘ્નાને સંહારી પ્રારંભિત કાર્ચો કરવાં પડે છે. અનેક વિઘ્નાના સમૂહ પ્રગટયા છતાં પ્રારંભિત કાર્યોને ત્યાગ ન કર; પરન્તુ કર્તવ્યકાર્ય રણક્ષેત્રમાં મૃત્યુભીતિનો ત્યાગ કરી કેશરીયાં કરી પ્રવર્ત. શ્રેયાંસ વવજ્ઞાન, એ વાક્યનું સ્મરણ કરીને કર્તવ્ય સત્કાર્યોંમાં વિઘ્નાઘ પ્રગટતાં ડરજ્જુમીયાં અનીને કર્તવ્ય રણક્ષેત્રમાંથી પાવૈયાની પેઠે પાછા પગ ન ભર. જે મનુષ્ય પાવૈયાએ જેવા હોય છે તે કર્તવ્યકાર્યપ્રવૃત્તિ પ્રારંભીને તેની સામા અન્ય મનુષ્યા થતાં ભય પામી કંટાળીને તે તે પ્રવૃત્તિચેાના ત્યાગ કરે છે તેથી પરિણામ અન્તે એ આવે છે કે તેઓ જે જે કાર્યપ્રવૃત્તિ કરે છે, તેમાં તેઓ વિઘ્નાઘ આવતાં પાછા પડે છે. આવી તેમની પ્રવૃત્તિથી પરભવમાં પણ તેઓ ભીતિના સંસ્કારોને
For Private And Personal Use Only