________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૫ કે જેની અસર તેથી મહત્કાર્યો પર થઈ શકે. પ્રત્યેક કાર્ય કરતી વખતે હૃદયમાં શુભ ભાવ ધારણ કરવું જોઈએ અને શુભ ભાવપૂર્વક ધેયને અવલંબવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. શુભ ભાવથી કરેલું કૃત્ય વસ્તુતઃ શુભ ફલપ્રદ થઈ શકે છે. અતએ અન્ય સામગ્રીઓની ન્યૂ નતા છતાં સુભાવ તે રહેવું જોઈએ. જ્ઞાનીઓ હદયના સુભાવપ્રતિ દષ્ટિ દે છે. અને અજ્ઞાનીઓ-આદ્યાત્માએ બાહ્ય ક્રિયાપ્રતિ દષ્ટિ દે છે. જ્ઞાનીઓ હદયના અભાવમાં ઈશ્વર દેખનારા હોય છે અને અજ્ઞાનીઓ બાષ્ટ પદાર્થોમાં ઈશ્વરત્વદેખનારા હોય છે. જીર્ણશેઠે શ્રીમહાવીર પ્રભુને આહાર વિહરાવવાની સુભાવના ભાવી, તેથી સુભાવના માત્રથી અશ્રુત દેવલોકમાં જવાનું આયુષ્ય બાંધ્યું. નાગકેતુએ ભાવના ભાવતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાલિભદ્ર આહીરના ભવમાં મુનિને ખીર વહેરાવી ગોભદ્ર શેઠના ત્યાં અવતાર લેવાનું મહા પુણ્ય પ્રાપ્ત કર્યું. બશેર વા શેર ખીરમાં કંઈ એટલું બધું પુણ્ય રહેલું નહોતું, પરન્તુ તે તે આહીરના મનમાં પ્રકટેલી સુભાવનામાં હતું. વિશ્વવતિ સર્વ જીવોને સુખી બનાવું, ધમ બનાવું એવી સુભાવનાના મહા ઉછાળામાં તીર્થંકર પદ પ્રાપ્ત કરવાનું પુણ્ય રહ્યું છે, પરંતુ તે પુણ્ય કંઈ એકલી બાહ્યકૃતિથી થતું નથી. અતએ હે આત્મન ! તું પ્રત્યેક કાર્યને કર, પરતુ સુભાવથી ધર્ય ધારણ કરીને કર. પ્રત્યેક કાર્યમાં સુભાવથી ધર્મ અવલંબીને પ્રવર્તવાથી આત્માની શક્તિને પ્રતિક્ષણ વિકાસ થતું જાય છે. હૃદયમાં સુભાવ ધારણ કરે એ આત્માયત્ત છે. પ્રત્યેક કાર્યને ઉચ્ચ સુભાવપૂર્વક કરવાથી હૃદયભાવનાનું એટલું બધું બળ વધે છે કે તેની બાહ્યમાં પણ અસર થયા વિના રહેતી નથી. સુભક્ત-મહાત્માઓ–ગીઓ અને જ્ઞાનીઓ પ્રથમ સુભાવથી હૃદય ભરી દે છે અને પશ્ચાત્ કર્તવ્ય કાર્ય કરે છે. પ્રત્યેક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિની સાથે હૃદયમાં સુભાવ તે હવે જોઈએ કે જેથી આમેન્નતિના શિખરે આરેહતાં વાર ન લાગી શકે. પ્રત્યેક કાર્યમાં સુભાવથી પૈર્ય અવલંબી પ્રવર્તવું જોઈએ. શ્રીહસ્તિનાપુરમાં શ્રેયાંસકુમારે જ્યારે શ્રીકાષભદેવ પ્રભુને શેલડીને રસ વહોરાવ્યું ત્યારે તત્સમયે જેમ જેમ ત્રાષભદેવ પ્રભુના હસ્તમાં શેલડીરસની શિખા ચડવા લાગી તેમ તેમ શ્રેયાંસકુમારના હૃદયમાં સુભાવનાની શિખા એટલી
For Private And Personal Use Only