________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૪
ખરેખર એગીઓ જાણે છે તેથી તેઓ અનેક રૂપાન્તથી શ્રદ્ધાને કેળવી તેને સમ્યમ્ ઉપયોગ કરી શકે છે. પરિપૂર્ણ શ્રદ્ધાબલથી જે કાર્ય કરવામાં આવશે તેમાં દૈવીસામર્થ્યની સાહાય મળે છે. અનેક ધર્મપ્રવર્તકેનાં ચરિત્ર વાંચવાથી માલુમ પડશે કે તેઓને સત્કાર્ય પ્રવૃત્તિમાં નસેનસે પરિપૂર્ણ શ્રદ્ધાબલની સાથે લેહી વહેતું હતું, તેથી તેઓ વિશ્વને ચમત્કારે બતાવવાને શક્તિમાન બન્યા હતા. મંત્રની સાધનામાં પરિપૂર્ણ શ્રદ્ધાવિના એક ક્ષણમાત્ર પણ રહી શકાતું નથી, તેમજ ઔષધ-દવાઓના ભક્ષણમાં પણ શ્રદ્ધાબલથી અપૂર્વ ફાયદો થાય છે, તેના અનેક દાખલાઓ વિદ્યમાન છે. કોઈપણ કાર્યપ્રવૃત્તિમાં શ્રદ્ધાની જરૂર પડે છે. વિદ્યાપ્રવૃત્તિ-ક્ષાત્રકર્મપ્રવૃત્તિ-વૈશ્યપ્રવૃત્તિ અને શૂદ્રપ્રવૃત્તિ વ્યવહાર પ્રામાણ્ય સિદ્ધ કરવામાં પ્રથમ શ્રદ્ધાની જરૂર છે. શ્રદ્ધાના નિમિત્તપરત્વે અનેક ભેદ પડે છે તેમાં જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનું અવલંબન કરવાની જરૂર છે. પ્રત્યેક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિનું સમ્યગ્રજ્ઞાન પ્રાપ્ત કર્યા પશ્ચાત્ તે પ્રવૃત્તિની જે શ્રદ્ધા થાય છે તે કદાપિ ટાળી ટળતી નથી અને કાર્યની સિદ્ધિ કરવામાં અપૂર્વશક્તિ બજાવી શકે છે. વિકમરાજાને પોતાની કર્તવ્યપ્રવૃત્તિની અને સ્વાત્માની પૂર્ણશ્રદ્ધા હતી તેથી તે સાહસિક થઈને પ્રત્યેક કાર્ય કરતા હતા. જગદેવપરમાર અને બાપાશવલને સ્વકર્તવ્યકર્મની પૂર્ણ શ્રદ્ધા હતી તેથી તેઓ પ્રત્યેક કર્તવ્યકર્મમાં આત્મભોગ-સર્વસ્વાર્પણ કરવા જરા માત્ર આંચકે ખાતા નહતા. કર્તવ્ય કાર્યની શ્રદ્ધાની સાથે અનેક શ્રદ્ધાઓની જરૂર પડે છે અને તે સર્વે ધારણ કરીને કર્તવ્ય કાર્યપ્રવૃત્તિ સમારંભવી જોઈએ. पूर्णश्रद्धा समालम्ब्य, धृत्वा धैर्य सुभावतः, मेरुवत् स्थैर्यमालम्ब्य પ્રવર્તિપોmત એ શ્લોકને ભાવ જેમ મનન કરવામાં આવે છે તેમ તેમ તેમાં અભૂત ભાવ રહેલે અવબોધાય છે કે જેનું વિવેચન કરતાં મહા ગ્રન્થ બની જાય. પ્રત્યેક કર્તવ્ય કાર્ય કરતી વખતે આત્માને એવું શિખામણ આપવી કે હે આત્મન ! પૂર્ણશ્રદ્ધા અવલંબને સુભાવથી વૈર્ય ધારીને અને મેરૂ પર્વતની પેઠે સ્વૈર્ય અવલંબીને ઉપગથી કાર્યમાં પ્રવૃત્તિ કર. પ્રત્યેક કાર્યને ધર્મ ધારીને સુભાવથી કરવું જોઈએ. કઈ પણ સામાન્ય કર્તવ્યમાં પણ સુભાવથી પૈર્ય ધારણ કરવું જોઈએ.
For Private And Personal Use Only