________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧
રની સત્પ્રવૃત્તિમાં ઉત્સાહવડે પ્રસન્નતાને પ્રાપ્ત કરી પ્રવર્તે છે તે આનન્દરસને પ્રાપ્ત કરી શકે છે. કાઇપણ કાર્ય કરવું હોય ત્યારે તે સમયે ઉત્સાહપૂર્વક ચિત્તની પ્રસન્નતા સંરક્ષી કરવું. ન્હાનાં ખાલે જેમ પ્રત્યેક પ્રવૃત્તિને ઉત્સાહપૂર્વક સેવે છે તેમ પ્રત્યેક સત્કાર્યપ્રવૃત્તિને ઉત્સાહપૂર્વક સેવવી જોઇએ. સ્વયાગ સર્વ કર્તવ્યકાર્યોમાં ફરજની ષ્ટિએ ઉત્સાહપૂર્વક પ્રવર્તવું જોઈએ. લઘુમાં લઘુકાર્ય કે જે જગત્ની ષ્ટિએ તુચ્છસમ ભાસતું હોય તેમાં પણ ઉત્સાહપૂર્ણ હૃદયથી પ્રવર્તવું જોઈએ. અનુત્સાહ અને અપ્રસન્નતા એ બે કાર્યપ્રવૃત્તિમાં વિઘ્ન છે તેથી પ્રત્યેક મનુષ્ય અનુત્સાહ અને અપ્રસન્નતાને હજારો ગાઉ દૂર રાખવી જોઇએ. આત્મજ્ઞાનીઓ શેક--ઉદાસીનતા અને અનુત્સાહના એક સંકલ્પ માત્રને પણ પિશાચ સમાન ગણીને તેઓને દૂર કરે છે અને ઉત્સાહપૂર્ણ હૃદયથી કાર્ય કરતાં કદાપિ હાર મળે છે તાપણ વિશેષ પ્રકારે કાર્ય કરવામાં ઉદ્યુક્ત થાય છે અને જ્યાંથી હાર થઇ હોય છે ત્યાંથી અનેક ઉપાચાએ આગળ પ્રગતિ કરે છે. કર્મચાગીએ કે જેઓ આત્મજ્ઞાનપૂર્વક બનેલા છે તેની સર્વ પ્રકારની પ્રવૃત્તિયામાં જ્યારે દેખા ત્યારે ઉત્સાહ દેખાશે. તેએ નાસીપાસ થશે તાપણ ઉત્સાહી થઈ સત્કાર્યપ્રવૃત્તિ કરશે. તે પરાજયના ગર્ભમાં પણ ઉત્સાહવડે વિજય દેખી પ્રવૃત્તિ કરીને સ્વાધિકારની આગળ રહેલી દશાના ચાગ્ય થવાને અધિકારી બની શકશે. નેપાલિયન બોનાપાર્ટ અને રાજા વિક્રમાદિત્યે જે જે યુદ્ધા કયા તેમાં તેઓએ ઉત્સાહને પરિપૂર્ણ સેન્ચે હતા. વિદ્વાના-વ્યાપારીયા-સૈનિકો-સેવકા–રાજાઓ-કવિયેા-જ્ઞાનિયા-વિદ્યાથીઓ-સાધુઓ અને ધર્માચાર્યાં ઉત્સાહથી સ્વાધિકાર કર્ત્તવ્ય સત્પ્રવૃત્તિમાં ઉત્સાહ સેવે છે તો તેથી તે અન્તે પ્રત્યેક કર્તવ્યકાર્યમાં સલ્લાલ દેખવાને શક્તિમાન થાય છે. ઇટાલીયન ગેરીબલ્ડ પાતે જે જે કાર્ય કરતા હતા તે ઉત્સાહપૂર્વક કરતા હતા. તેને જે જે કાર્ય સાંપવામાં આવતું હતું તેમાં તે ઉત્સાહથી દુઃખ-પરિશ્રમ વેઠીને વિજયી નીવડતા હતા તેથી તે ઇટાલી દેશના ઉદ્ધારકમહા પુરૂષ તરીકે ગણાયા. પ્રત્યેક દેશમાં અનેક કર્મયોગીઓ થયા છે. તેની કાર્યપ્રવૃત્તિમાં ઉત્સાહે મુખ્ય ભાગ ભજવેલા માલુમ પડે છે. રાજ
૫૧
For Private And Personal Use Only