________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
સદા ન્યા છે એવા અનુભવ હવે સત્પ્રવૃત્તિથી સફલ કર!!! હારા શુધર્મ કહિ કાઇનાથી ત્રણકાળમાં નષ્ટ થઈ શકે તેમ નથી તે હવે શામાટે ત્યારે ચંચલશરીરાદિની ભીતિ રાખવી જોઈએ ? આ પ્રમાણે ગજસુકુમાલ ભાવના ભાવવા લાગ્યા અને બાહ્યતઃ અગ્નિદ્વારા શીર્ષમાં થતી વેદના સહન કરવા લાગ્યા. તેમણે તેમના શ્વસુરપર અંશમાત્ર વૈર લેવાના ભાવ રાખ્યા નહિ. સ્વાધિકારે પ્રાપ્ત થએલી દશામાં ધ્યાનરૂપ સત્પ્રવૃત્તિવડે રમણતા કરવા લાગ્યા. નામરૂપના સંબંધે બંધાએલી શરીરાદિકની સાથે જે જે મહાવૃિત્તિયેા હતી તેનાં મૂળે છેદવા લાગ્યા અને અન્તરાત્માને પરમાત્મસ્વરૂપ ભાવવા લાગ્યા. આત્માના શુદ્ધોપચાગ મળે શાતાશાતાદિ કલ્પનાઓથી પેાતાના આત્માને ભિન્ન માનવા લાગ્યા. જે જે દશ્યપદાર્થો છે તેમાંથી અહંમમત્વની વૃત્તિને ઉચ્છેદ્મવા લાગ્યા. આ પ્રમાણે શીર્ષપર અગ્નિથી થએલી વેદના સહન કરી આયુષ્યને ક્ષય કરી અનન્તશુદ્ધાત્મસ્વરૂપમાં લીન થઈ ગયા. ગજસુકુમાલ મુનિવરે આત્યંતરિક સત્પ્રવૃત્તિ કે જે શુભધ્યાનરૂપ હતી તેમાં શ્વશુર તરફથી અગ્નિના ઉપસર્ગ થએલા સહન કર્યો અને તેએ શરીરાધ્યાસથી મુંઝાયા નહિ. ચેતનવિનાની શેષ જડવસ્તુઓથી સ્વાત્માને ભિન્ન માની આત્મામાં સ્થિર થઈ ગયા અને તે દશાના સ્વાધિકાર પરિપૂર્ણ અજાબ્યા. તે પ્રમાણે પ્રત્યેક મનુષ્યે સત્કાર્યપ્રવૃત્તિમાં ક્રોધ, માન, માયા અને લેાભાદિથી ન મુંઝાવું જોઇએ. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે ઇશાએ, જે જે સત્પ્રવૃત્તિયેા સેવવાની છે તેમાં અવન્તી સુકુમાલ અને ગજસુકુમાલની પેઠે ન મુંઝાવું જોઇએ અને ઉત્સાહપૂર્વક સત્કાર્યપ્રવૃત્તિમાં સતત મડ્યા રહેવું જોઇએ કે જેથી આત્મોન્નતિરૂપ સલ્લાભની પાતાને પ્રાપ્તિ થાય અને વિશ્વજનોને પણ આત્માન્નતિના માર્ગમાં સાહાય્ય કરી શકાય. ઉત્સાહપૂર્વક કર્તવ્યકાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તતાં કદાપિ તે કાર્યની સિદ્ધિ ન થાય તેપણ તે મનુષ્યના કર્મયાગીપણામાં ક્ષતિ આવતી નથી, કારણ કે તે સ્વકીય આવશ્યક ફરજ અદા કરવામાં કોઈ રીતે આત્મભાગ આપવામાં ખાકી રાખી શકતા નથી. પૃથુરાજચાહાણ કેદ પકડાયેા પણ તેથી તેની કર્તવ્ય ફ્રજમાં ખામી ગણાતી નથી. નેપાલિયન બોનાપાર્ટ વેટલેની લડાઈમાં
For Private And Personal Use Only