________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮ અંગ્રેજોના હાથે કેદ પકડાય જેથી તેની વિરતા, કર્તવ્યતા અને ફરજ પ્રવૃત્તિમાં કઈ જાતની ક્ષતિ આવી શકતી નથી. શ્રીમહાવીરપ્રભુના મામા ચેડારાજા છેવટે લડાઈમાં વિજ્ય ન પામ્યા તેથી તેમની ક્ષાત્રકર્મપ્રવૃત્તિ, શક્ય કર્મફરજ અને વીરતામાં કઈ જાતની ક્ષતિ ગણાતી નથી; ઉલટી તેમની વીરતા, કર્તવ્ય-ફરજ પ્રવૃત્તિ અને આત્માગવડે તેમનું આદર્શજીવન વિશ્વમાં ચિરંજીવ બનીને અનેક મનુષ્યનું શ્રેય સાધી શકે છે એમ વાસ્તવિકરીત્યા અવધવું. મનુષ્ય-હારા સ્વાધિકારે જે જે યોગ્ય કાર્યો કરવાનાં હોય તેમાં ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ કરીશ તે અતે સલાભને દેખીશ એમ નક્કી માન. કાર્યપ્રવૃત્તિમાં ઉત્સાહ એ મહામંગલ છે અને તે કાર્યને પ્રાણ છે. ઉત્સાહ એ આત્મામાં પ્રગટતે વીર્યને ઝરે છે, તેથી પ્રત્યેક કાર્યમાં આનન્દપૂર્વક પ્રવૃતિ કરી શકાય છે. મનુષ્યોને ઉત્સાહ આપવાથી તેઓ બમણું કાર્ય કરી શકે છે તે જેના હૃદયમાં ઉત્સાહને સાગર ઉલ્લસતે હોય તે કર્તવ્યકર્મપ્રવૃત્તિમાં સર્વથા આત્માગ સમર્પવા શક્તિમાન થાય છે એમાં કંઈ આશ્ચર્ય નથી. જે પ્રવૃત્તિ માટે જેના આત્મામાં ઉત્સાહ પ્રકટે છે તે તે પ્રવૃત્તિમાં વિજયી બને છે. સ્વયેગ્યકાર્યમાં પ્રવર્તતાં સ્વાત્મામાં ઉત્સાહ પ્રગટાવવાની અનેક ભાવનાઓ ભાવવી અને ઉત્સાહ પ્રવર્ધક અનેક મનુષ્યના ચરિત્રનું સ્મરણ કરવું. બુકર્ટીશીંગ્ટનનું ચરિત્ર વાંચે, તેના આત્મામાં કેટલે બધે ઉત્સાહ હતું તે તેના ચરિતપરથી માલુમ પડે છે. એક ગરીબ વિદ્યાર્થી હૃદયમાં ઉત્સાહ ધારણકરીને સ્વદેશમાં પ્રસિદ્ધ થાય એવી સ્થિતિ પર આવવાને અનેક દુઃખ વેઠવાપૂર્વક આગલ પ્રગતિ કરી શકે છે તે બુકર્ટીશીંગ્ટનના ચરિતથી બસ થશે. અમેરિકામાં બુકર્ટીશીંગ્ટનનું નામ પ્રખ્યાત છે તે ખરેખર તેની ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ અને કાર્યપ્રવૃત્તિમાં નહીં મુંઝાવાથી જ અવધવું. કાળા માથાને માનવી શું કરી શકતા નથી? અર્થાત્ ધારેલ સર્વ કાર્ય સિદ્ધ કરી શકે છે. રાક્ષસવધ કાવ્ય વાંચે અને તેમાં સ્વપ્રતિજ્ઞા પાલનમાં ચાણકયની સ્વકર્તવ્યકાર્યમાં ઉત્સાહપૂર્વક થએલી પ્રવૃત્તિનું હૃદય આગળ ચિત્ર ખડું કરવું એટલે ઉત્સાહશક્તિની કિસ્મત અને કાશે. અનન્તવીર્યને સ્વામી આત્મા છે. તે ત્રણભુવન ચલાવવાને શક્તિ
For Private And Personal Use Only