________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
તે
અવન્તી સુકુમાલના શરીરના ઉપરના ભાગ શૃગાલી ખાવા લાગી તે પણ તેઓ સમભાવે રહ્યા અને પેાતાના આત્માને શરીરથી ભિન્ન માની સમભાવે દુઃખ સહેવા લાગ્યા, ચરમપ્રહરે તેમણે શુભભાવે શરીરને ત્યાગ કર્યાં અને પ્રથમ દેવલાકમાં નલિની વિમાનમાં દેવ થયા. અહા ધન્ય છે અવન્તી સુકુમાલના જ્ઞાનાનુભવને કે જે વડે તેણે આવી સ્થિતિમાં ન મુંઝાતાં દેવલોકની પદવી પ્રાપ્ત કરી. અવન્તી સુકુમાલ નહિ મુંઝાયા અને આત્મજ્ઞાને ઉત્સાહપૂર્વક અન્તરાત્મામાં સ્થિરતા ધારણ કરી તેથી દેવલેાકને પામ્યા. ગજસુકુમાલે પણ એ કરતાં વિશેષ દુઃખા સહન કરીને સ્વાત્માની શુદ્ધતા કરી હતી. દ્વારિકાની બહાર શ્મશાનમાં ધ્યાન કરતા હતા, એમના સસરાએ તેમના મસ્તકપુર માટીની પાળ બાંધી અને તેમાં ધગધગતા ખેરના અંગારા ભર્યા. આવી સ્થિતિમાં સમતા રાખવી એ મહામુશ્કેલ કાર્ય છે તેમ છતાં અવન્તી સુકુમાલ જરામાત્ર મુંઝાયા નહિ. તેમણે સ્વાધિકારપ્રાપ્ય તે સ્થિતિમાં ઉત્સાહપૂર્વક ધ્યાનમાં સ્થિર રહેવાનો પ્રયત્ન કર્યાં અને તેઓ પોતાના આત્માને કહેવા લાગ્યા કે, હે આત્મન્ ! હારૂં પરમાત્મસ્વરૂપ છે. ત્હારામાં અને પરમાત્મામાં સત્તાથી કંઈ ભેદ નથી. આખરે ખરા સર્વ પ્રકારના પાગલિક ભાવોથી છૂટવાના મહાત્સવ પ્રાપ્ત થયા છે. હારા સસરાએ હને મુક્તિરૂપ કન્યા પરણાવવા માટે પાઘડી આંધી છે એમ માન!!! નામરૂપના અનન્ત વિકારાવાળી વૃત્તિયા, એ તું નથી એવું ખરેખરૂં અનુભવવા માટે આ પ્રસંગ પ્રાપ્ત થયા છે. અનન્તલવામાં અનન્તવાર હું મુંઝાવાથી શરીર ધારણ કયા છે. તું અજર, અવિનાશી, અખંડ છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશથી તું ન્યારા છે. જે અગ્નિ જેને નાશ કરે છે તે અગ્નિ અને નાણ્યભૂત દેહ એ તું નથી તેા પશ્ચાત્ દુઃખ સહન કરવામાં શામાટે અરેરે હાય હાય કરવું જોઈએ. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી તું ન્યાશ છે એવું જે જ્ઞાન હૈં પ્રાપ્ત કર્યું છે તેને હવે અનુભવ કરવાના પ્રસંગ પ્રાપ્ત થયા છે તે હવે જવા ના દે. આત્માની શુદ્ધતાનું સ્મરણ કર કે જે ત્હારાથી અભિન્ન છે. શીર્ષ વગેરે શરીરાવવાથી તું ભિન્ન છે. જે મળે છે તે પુદ્ગલ છે અને પુદ્ગલથી તું
For Private And Personal Use Only