________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૩
થઈ છે તેમાં કષ્ટ છે અને તાપની પરીક્ષાઓથી અનેક દુઃખે ઉદ્ધવતાં છતાં શુદ્ધ સુવર્ણની પેઠે ઉચ્ચ શુદ્ધ રહેવાની જરૂર છે અને તે મુંઝાઈ જતાં ઉચ્ચરિસ્થતિ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. કર્તવ્ય કાર્યો કરતાં આત્માને કષ્ટ, છેદ અને તાપની જરૂર છે અને કષ્ટ, છેદ, તાપ સહન કરવામાં કર્તવ્ય કાર્યની કેળવણીની સિદ્ધિ થએલી અવધવી. સત્કાર્ય પ્રવૃત્તિ કરતાં અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે. પ્રથમ તો દુનિયા દેરંગી હોવાથી પ્રારંભિત સત્કાર્યપ્રવૃત્તિ કરનાર તરફ અનેક પ્રકારના અભિપ્રાય બાંધે છે તેને સહન કરીને તેમાંથી સત્યાગ્રહણ કરવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. દુનિયાના કેટલાક ભાગને અમુક પ્રવૃત્તિ ન રૂચે એ બનવાગ્ય છે અને તેથી તેઓ તરફથી થતી ટેટેનિન્દાપ્રવૃત્તિને સહન કરવાનું હૃદયબલ પ્રાપ્ત કરવું જોઈએ. એક મનુષ્ય વૃદ્ધાવસ્થામાં એક પ્રકારની રમત રમવાની ટેવ પ્રારંભી તેથી યુવકો અને વૃદ્ધો તેની હાંસી કરવા લાગ્યા. એક માસ પર્યન્ત પેલા વૃદ્ધે સર્વ તરફથી સહન કર્યું અને પિતાની પ્રવૃત્તિ શરૂ રાખી તેમાં અન્ય યુવક અને અન્ય વૃદ્ધો પણ ભાગ લેવા લાગ્યા. કેઈપણ વિચાર અને કેઈપણ સમ્પ્રવૃત્તિપ્રતિ સર્વ મનુષ્યને એકસરખે મત હેતો નથી તેથી વિશ્વમનુષ્યની ટીકા સહન કરીને ઉત્સાહપૂર્વક સત્કાર્યપ્રવૃત્તિને આરંભવી જોઈએ. સત્કાર્યપ્રવૃત્તિને સેવતાં પ્રતિપક્ષી તરફથી જે જે વિદને થાય તેને પહોંચી વળવું જોઈએ અને ઉત્સાહ અને ઉચ્ચષ્ટિને કટોકટીના પ્રસંગે પણ ત્યાગ કર્યા વિના સતત ખંતથી પ્રવૃત્ત થવું જોઈએ. સપ્રવૃત્તિથી કાંટાળા અને ખાડાખાઈવાળા માગેને સાફ કરી સડક બાંધી અનેક મનુષ્યનું શ્રેય કરવું એ મહાપુરૂષનું કાર્ય છે. કારણ કે તેઓ કોઈપણ પ્રકારના સ્વાર્થવિના મન, વચન અને કાયાની શક્તિના ભેગે તે તે સત્કાર્યોને સિદ્ધ કરે છે. જગત્ તરફથી તેઓ ઘણું સહન કરીને જગને સત્યવૃત્તિદ્વારા શાંતિ સમર્પે છે. સત્મવૃત્તિમાં પ્રવર્તતાં પરીક્ષાર્થે જેમ સુવર્ણ છેદાય છે તેમ અનેક પ્રકારની હૃદયઘાતક પીડા સહન કરવી પડે છે. મનુષ્યનાં અનેક પ્રકારનાં મામિક વચનેને સહન કરવો પડે છે. અન્ય મનુષ્યકૃત અનેક પ્રકારના આરેપને સહન કરવાની હૃદયશક્તિને ખીલવવી પડે
For Private And Personal Use Only