________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ રચતાં જે. કળીયે ઘણી વખત જાળ રચતાં ન ફાળે પણ તે હિમ્મત ન હારતાં જાળ રચવા લાગ્યા અને અન્ને ફાવે. તે કરેળીયાનું દૃષ્ટાંત મનમાં ધારણ કરીને સ્કાટલાંડના રાજાએ મુંઝવણ દૂર કરી પાછું યુદ્ધ શરૂ કર્યું અને વિજયશાળી બને. એ ઉપરથી સમજવું કે, પરોપકારકૃત્યમાં, વ્યાપારકૃત્યમાં, સંઘકૃત્યમાં અને જનસમાજસેવા કૃત્ય વગેરે સત્કાર્યો કરવાની પ્રવૃત્તિમાં અનેક વિપત્તિ પ્રસંગે મેહ પ્રકટે એ સ્વાભાવિક છે; પરન્તુ જ્ઞાનવડે જરામાત્ર ન મુંઝાતાં આજુબાજુના સાનુકુલ સંગે મેળવી આગળ વધવું તેજ વાસ્તવિક કર્તવ્ય કાર્ય કરવાની કુંચી જાણવી. મહમદપયગંબર એક વખત તેના શત્રુની સાથે લડતે હતા, તે પ્રસંગે પિતાના સૈનિકની હાર અને તેઓની ભાગંભાગા દેખીને તે મુંઝા નહિ. તેણે સ્થિરપ્રજ્ઞાથી વિચાર કર્યો અને હાથમાં રૂમાલ લેઈને સ્વસૈનિકને આકાશપરથી ખુદા મદતે આવે છે માટે લડો એમ કહી ઉત્સાહિત કર્યા, તેથી સૈનિકે બમણું ત્રમણા જોરથી લડવા લાગ્યા અને તેમાં મહમદ પેગંબરની ફતેહ થઈ. એ ઉપરથી સમજવાનું કે સત્કાર્યપ્રવૃત્તિમાં જે ચારે તરફથી વિપત્તિ આવી પડતાં પણ મન મુંઝાતું નથી તે અત્તે સ્વકાર્યની સિદ્ધિ કરી શકાય છે એમ નકકી માનવું. ગૌતમબુદ્ધને સ્વધર્મ સ્થાપન કરવામાં અનેક વિપત્તિયે નડી હતી. તેના ઉપર હજામની સાથે વ્યભિચારનું કલંક બ્રાહ્મણેએ મૂક્યું હતું, પરંતુ તે ન મુંઝાવાથી સ્વકાર્ય કરી શક્યો. જે મનુષ્ય દુનિયામાં સઘળું સહન કરીને પોતાની કર્તવ્ય ફરજથી સર્વ વિશ્વનું કલ્યાણ કરવા ઈચ્છે છે તે મનુષ્ય ગમે તેવી મુંઝવણને પણ પિતાના હૃદયમાં સ્થાન ન આપે એજ તેની આવશ્યક નિષ્કામ સત્ય ફરજની ઉત્તમતા અવબોધવી. જ્ઞાની એ કર્મચગી પિતાના આત્માને સત્રવૃત્તિમાં નહિ મુંઝાવવાપૂર્વક એમ કથી શકે છે કે આ સર્વ જીવ સમષ્ટિમાને હું એક આત્મા છું અને તેટલે અંશે મારા વિચારે, મારા શબ્દ, મારા આચારેવડે હું સમષિને જવાબદાર છું માટે મારે મારા આત્માને, મનને, વચનને અને કાયાને એવી રીતે કેળવવાં જોઈએ કે જગન્સમષ્ટિની કોઈપણ વ્યષ્ટિ અર્થાત્ વ્યક્તિનું મારાથી શુભ થાય પણ કદાપિ કર્તવ્ય કાર્યોવડે અશુભ ન
For Private And Personal Use Only