________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
સ્વકાર્યપ્રવૃત્તિમાં ઘણી વખત વિજ્ય ન મળ્યા છતાં મુંઝા નહિ, તેથી તેની બુદ્ધિદ્વારા સત્ય ઉપાયે સુયા અને તેથી તેણે પુનઃ ગુજરાતનું રાજ્ય સંપ્રાપ્ત કર્યું. પહેલા ભીમદેવ સોલંકીના પ્રધાન વિમલશાહ ઉપર અનેક આપત્તિ આવી પડી, તોપણ તે મુંઝાયે નહિ, તે આબુના રાજાની પાસે ગયે અને ચંદ્રાવતીનું રાજ્ય પ્રાપ્ત કર્યું. વસ્તુ પાલ અને તેજપાલનું ચરિત વાંચતાં સમજાશે કે તેમને ઘણી મુંઝવણમાંથી પસાર થવું પડતું હતું અને મુંઝવણથી નાસીપાસ ન થવાને માટે અનુપમા તેમને સારી સલાહ આપતી હતી. શ્રી હેમચંદ્રસૂરિએ સપ્રવૃત્તિમાં મોહ ન પામતાં જે જે કાર્ય કરવા ધાર્યા હતાં તે તેમણે કર્યો અને પ્રતિપક્ષીઓથી થતી ઉપાધિદ્વારા જે જે મુંઝવણ ઉભી થતી હતી તે તેમણે ટાળી હતી. કુમારપાલરાજાને સિદ્ધરાજની ગાદીપર બેસતાં અનેક મુંઝવણમાંથી પસાર થવું પડ્યું હતું. શ્રી અભયદેવસૂરિએ આચારાંગાદિ નવાંગની વૃત્તિ રચી. તેમના કાર્યથી વિરૂદ્ધલોકેએ તેમની પ્રવૃત્તિમાં અનેક પ્રકારની ડબલે ઉભી કરી, પણ તેથી તે જરામાત્ર મુંઝાયા નહિ. તેમના શરીરે કઢગ ઉત્પન્ન થયે ત્યારે પ્રતિપક્ષીઓએ કહ્યું કે તેમણે નવાગોની વૃત્તિ કરી તેથી કેટગ થયે; એમ કચ્યા છતાં તે જરા માત્ર મુંઝાયા નહિ. અમેરિકાના પ્રખ્યાત શેધક એડીસનને પ્રથમ પ્રગતિમાર્ગમાં પ્રવર્તતાં અનેક વિપતિ નડી હતી, પણ તેણે જરામાત્ર પણ ન મુંઝાતાં પોતાની કાર્યપ્રવૃત્તિ શરૂને શરૂ રાખી તેથી તે અને વિજયી અને સમૃદ્ધિમાનું બન્યું છે. વ્યાપાર કરનારા વ્યાપારીઓ, શૂરવીર ક્ષત્રિ, વિદ્યોપાસક વિદ્યાર્થી, સાધુઓ, બ્રાહ્મણ, રાજાઓ અને સેવકને સ્વીકાર્યપ્રવૃત્તિમાં અનેક વિપત્તિયે નડે છે અને તેથી સત્કાર્યપ્રવૃત્તિને ત્યાગ કરવાને મેહ પ્રકટે છે; પરંતુ જેઓ ખરેખરા કર્મયેગીઓ છે તેઓ તે સસ્પ્રવૃત્તિ કરતાં અનેક પ્રતિકુલ સંગે પ્રાપ્ત થયા છતાં મુંઝાતા નથી અને તેથી તેઓ પ્રતિકુલ સંગોના સામા ઉભું રહી સ્વકાર્ય સિદ્ધ કરી શકાય એવું પતિઃ સાનુકુલ સંગેનું બળ મેળવીને આગળ વધે છે. સ્કાટલાંડને રાજા એક વખત ઈંગ્લાંડની સાથે લડતાં હારી ગયે. તે પોતાના મહેલમાં રહ્યો રહ્ય વિચારે કરી મુંઝાતે હતા એવામાં તેણે કરેળીયાને જાળ
For Private And Personal Use Only