________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૫ કારાધીન થઈ નિશ્ચય કર્યો નહિ તેથી આર્યાવર્તની પડતી પ્રારંભાઈ વર્તમાન દ્રવ્યક્ષેત્ર ભાવાનુસારે લાભાલાભને વિચાર કરીને કર્તવ્યધર્યું કર્મ કરવાની જરૂર છે. વર્તમાનની અસર ભવિષ્યપર થાય છે. દેશકાલાનુસારે સ્વપરસુખસાધકલાભપ્રદકર્તવ્યધર્મ્યુકાર્યો કરવામાં આ વશે તોજ તેનું ફલ ભવિષ્યમાં ઉત્તમ આવશે. ભૂતકાળના સર્વ વિચારે અને આચારો માત્ર સારા એટલું કથી માનીને વર્તમાનની ઉન્નતિના વિચારે પ્રમાણે આચારમાં પ્રવર્તવામાં ન આવે તે વર્તમાનકાલ કઈ વખત ભૂત થતાં અને ભવિષ્ય કે ઈવખત વર્તમાનરૂપ થતાં પશ્ચાત્તાપને પાર રહેશે નહિ. અત દેશકાલાનુસારે ધર્મકાર્યને કરવામાં અંશમાત્ર પણ પાછા હઠવું ન જોઈએ. કર્તવ્ય કાર્ય માટે ભૂતકાળની વાત મૂકી દઈને વર્તમાનમાં જે કરવા એગ્ય છે તેપર લક્ષ્ય રાખી અને તે પ્રમાણે પ્રવર્તીને ભવિષ્ય સુધારવું એજ વ્યવહારથી અને નિશ્ચયથી વ્યાવહારિક ધાર્મિક ધર્મે કર્તવ્યું, તથા વ્યાવહારિક કર્તવ્યકાર્યો કરવામાં શુભાશુભત્વની કલ્પનાથી રહિત થઈ આત્માને આ
ભરૂપ દેખી અને બહાને બાહ્યરૂપ દેખી નિર્લેપ અને અપ્રમત્ત દશાએ કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ. મન-વાણું અને કાયાદિની જે જે શક્તિ પ્રાપ્ત થઈ છે તે તે સર્વ શક્તિ વ્યષ્ટિ અને સમષ્ટિને ઉદય કરવા માટે જ છે એવું અવબોધીને સદા સાવધાન થઈ અપ્રમત્તપણે દેશકાલાનુસારતઃ સ્વાધિકારે કાર્યો કરવાં જોઈએ. સ્વયેગ્ય સ્વાધિકારે દેશકાલાનુસારે સદેષ વા નિર્દોષ કર્તવ્યકા કરવાં તે ધર્યંકર્તવ્યકાર્ય અવબોધવાં. મહાભારત અને ભગવદ્ગીતા વગેરેમાં ધર્યકાર્યો કરવા સંબંધી ઉપદેશ છે તેમાંથી સમ્યગ્દષ્ટિએ દેશકાલાનુસારે કર્તવ્યકાર્યોને કરવાને સાર ગ્રહણ કરવાની જરૂર છે. દેશકાલાનુસારે ધર્યકર્મોનાં ભિન્ન ભિન્ન સ્વરૂપે બની શકે છે. કઈ દેશમાં ધર્યુકાર્યને આકાર અને તેને કરવાની રીત જુદા પ્રકારની હોય છે અને કઈ દેશમાં કોઈ કાલમાં કર્તવ્યધર્મકાર્ય કરવાનો આકાર તેની રીત જુદા પ્રકારની વર્તમાન કાળમાં હોય છે. યુરોપ, આફ્રિકા, અમેરિકા, એશિયા અને આસ્ટ્રેલિયા વગેરે દેશમાં કર્તકાર્યો કરવાના આકાર ભિન્ન ભિન્ન હોય છે. તે તે દેશ, તે ૪૮
For Private And Personal Use Only