________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૧ બાહ્યનાં કર્તવ્ય કાર્યો કરતાં તેમાં શુભાશુભભાવની કલપના થવાથી બાહ્ય કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિથી બંધાવાનું થતું નથી. યદિ કે વ્યવહારદષ્ટિથી અપ્રમત્તપણે કાર્ય કરતાં આરંભાદિ અપેક્ષા બંધાવવાનું થાય છે, તથાપિ અન્તર્થી નિકષાયભાવે વર્તન હોવાથી મુક્તિનાં આગળનાં પગથીયાંપર ચઢવાનું થાય છે. સાધુઓને સાધુધર્મના અધિકાર પ્રમાણે આજ્ઞા યુક્ત વર્તતાં ઉત્સર્ગમાર્ગે નિર્દોષત્વ છેછતાં અપવાદમાર્ગે અલ્પદોષ, અલ્પહાનિપૂર્વક મહાલાભાષ્ટિથી અપ્રમત્તચોગે પ્રવૃત્તિ થતાં બાહ્ય વ્યવહારથી અમુકાશે સદોષત્વ ગણાય છે. અતઃ તેથી પ્રતિકમણાદિ કરીને વિરમી શકાય છે એમ અવબોધીને ગૃહસ્થોએ ગૃહસ્થના અને ધિકાર પ્રમાણે, સાધુઓએ સાધુધર્મના અધિકાર પ્રમાણે કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. ગૃહસ્થને ગૃહસ્થાધિકાર પ્રમાણે અને ત્યાગીઓને ત્યાગાધિકાર પ્રમાણે સદોષ નિર્દોષ કર્તવ્ય કાર્યો કરવાનાં હોય છે. અત્ર આ કર્તવ્ય કાર્યોનું પ્રવચન ધર્મ નૈતિકદષ્ટિએ વિશેષતઃ અવધવું અને અનેક દષ્ટિની અપેક્ષાએ કર્તવ્ય કાર્યોમાં ઉપર્યુક્ત લેકભાવાર્થને જેમ ઘટે તેમ અવતારે જોઈએ. નિર્મઝશાન જત: એ વાક્યના ભાવાર્થને હૃદયમાં પરિપૂર્ણ અવધારીને કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. નિમૈલજ્ઞાનયોગથી કર્તવ્ય કાર્યોમાં ફરજ વિના અન્ય કશું શુભાશુભત્વ નથી રહેતું, તેથી કષાની મન્દતાપૂર્વક આત્માની નિર્મલતા રહેવાથી કર્તવ્ય કાર્યોથી આત્માપર શુભાશુભ અસર થતી નથી અને કર્તવ્ય કાર્યો પણ ફરજ પ્રમાણે અનહંવૃત્તિથી થયા કરે છે એવી નિર્મલજ્ઞાનગ સ્થિતિથી કર્તવ્યમાં પ્રવૃત્ત થવાથી મૃત્યુ આવીને સામું ઉભું રહે તે પણ કઈ પ્રકારને પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી અને તેમજ અમરત્વની ભાવનાથી આત્મત્કાન્તિ વિના અન્ય કશું કંઈ હેતું નથી. અએવ ભવ્યમનુષ્યએ નિર્મલજ્ઞાનયોગ વડે કર્તવ્યકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. નિર્મલજ્ઞાનયોગની પ્રાપ્તિથી સદેષ વા નિર્દોષ આવશ્યક કર્તવ્ય કાર્યો કરવામાં કોઈ જાતને સંભ્રમ ઉદ્ભવતું નથી. અર્જુન ક્ષત્રિય છતાં યુદ્ધ પ્રસંગે તેને સ્વકુટુંબીઓ કે જે સામા યુદ્ધ કરવાને આવ્યા હતા તેની સામાં તેને શસ્ત્રો ઉપાડતાં સંભ્રમ ઉત્પન્ન થયે હતું અને તેથી તેણે યુદ્ધક્ષેત્રમાંથી પલાયન કરી જવા ધાર્યું હતું.
For Private And Personal Use Only