________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
ધર્મમાં હિંસાના બે ભેદ છે. ૧ સંકલ્પી હિંસા, ૨ આરંભી હિંસા. કષાયોના વશમાં થઈને મારવાના અભિપ્રાયથી અન્યને વધ કરવો તે સંકલ્પી હિંસા જાણવી. કષાયના વશ ન થતાં સ્વાધિકારે ગૃહસ્થને કર્તવ્યકાર્યો કરતાં, પરોપકારાદિ કાર્યોમાં પ્રવૃત્ત થતાં જે કંઈ જીવોની હિંસા થાય છે તેને આરંભી હિંસા કહેવામાં આવે છે. એવી હિંસાની વ્રતધારી ગૃહસ્થને મનાઈ નથી. ગૃહસ્થ પ્રથમ અહિંસા વ્રતમાં સવાવસવાની દયા વ્યવહારથી પાળી શકે છે. અવિરતિ સમ્યગદષ્ટિને તેને નિયમ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો ગૃહસ્થાવાસ પ્રમાણે સ્વાધિકારે આવશ્યક આજીવિકાદિ હેતુભૂત સાંસારિક કર્તવ્યકાર્યોની પ્રવૃત્તિ કરતા છતા સવાવીશવાની દયા પાળી શકે છે તેથી તેઓના કર્તવ્ય કાર્યોમાં સદષત્વ અને નિર્દોષત્વ રહ્યું છે. ગૃહાવાસમાં જે જે કુલ જાતિ ગુણ કર્મ પ્રમાણે કર્તવ્ય કાર્યો કરાય છે તેમાં સંકલ્પી હિંસા ન પ્રકટે એ નિર્મલજ્ઞાનથી ઉપયોગ ધારણ કરવું જોઈએ. ગૃહસ્થ મનુષ્યને એકેન્દ્રિયજીની હિંસા કરતાં શ્રીન્દ્રિયની ઘાતમાં વિશેષ હિંસા છે તેના કરતાં ત્રીન્દ્રિયના વધમાં વિશેષ હિંસા છે તેના કરતાં ચતુરિન્દ્રિય; તેના કરતાં પંચેન્દ્રિય પશુઓ અને પંખીઓ; અને તેના કરતાં મનુના વધમાં વિશેષ હિંસારૂપ પાપ છે. કષાયાદિવડે હિંસાનું સ્વરૂપ વિચારવું. અપ્રમત્તયોગે અલ્પદોષ અને મહાલાભ દષ્ટિએ મનુષ્યએ સદોષ વા નિર્દોષ એવાં કાર્યોને કરવાં એવું લક્ષ્યમાં રાખવું જોઈએ. દેશ, જનસમાજ કલ્યાણ, પરેપકારઆદિ કાર્યોમાં અલ્પષ અને મહાલાભને લક્ષમાં રાખી નિર્મલજ્ઞાનયેગથી પ્રવૃત્તિ થવું જોઈએ. ગૃહસ્થાએ સ્વસ્વાધિકારે ધાર્મિક કાર્યોમાં અપષ અને મહાલાભનું લક્ષ્યબિન્દુ ધ્યાનમાં રાખીને ઉત્સર્ગ અને અપવાદથી સદોષ વા નિર્દોષ ધર્મકાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ. હિંસા, અસત્ય, તેય વગેરે દેથી કાર્યોમાં કષાય પ્રમાદોથી સદેવનો આપ કરાય છે, પરંતુ જે અન્તમાં નિર્મલજ્ઞાનયોગ છે અને તેથી કષાના પરિણામને પ્રગટ થતાંજ વારી શકાય છે તે વ્યાવહારિક તથા ધામિકકાર્યોમાં નિશ્ચયદષ્ટિએ સદોષત્વ વા નિર્દોષત્વની કલ્પના કરવાની જરૂર નથી. નિર્મલજ્ઞાનયેગે અન્તમાં કષાયભાવથી મુક્ત થઈ
For Private And Personal Use Only