________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૫
બેની સ્પર્ધામાં કર્તવ્યપ્રવૃત્તિથી આત્મભેગે પ્રગતિ કરી વિજયવંત બનવું જોઈએ કે જેથી નિરહંવૃત્તિધારક મનુષ્યની સત્તા નીચે શુભાશુભારંવૃત્તિ ધારકો રહે અને નિરહંવૃત્તિ ધારકોને તેઓ દબાવી ન શકે તથા તેઓના દાસ તરીકે બનવું ન પડે એ ખાસ લક્ષ્યમાં વાત ધારીને પ્રવૃત્તિમાર્ગના પાન્થ બનવું જોઈએ. શુભાશુભારંવૃત્તિ ધારકેથી જે કંઈ કર્તવ્યપ્રવૃત્તિ થાય છે તેમાં આન્તરિક સદોષતા અને બન્ધનતા રહે છે અને નિરહંવૃત્તિવાળા જે કંઈ કાર્ય કરે છે તેમાં આન્તરદષ્ટિએ સદેષતા અને બન્ધનતા રહેતી નથી. અને તેઓની બાહ્ય સદેષતા પણ શુભાશુભારંવૃત્તિવાળાની બાહ્ય સદોષતા કરતાં અનન્તગુણ ન્યૂન સદોષતા અવધવી, અને તે સદોષતા ખરેખર શુભાશુભારંવૃત્તિ ધારકની સદષતા કરતાં અનન્તગુણ ઉચ્ચ અને અનન્તગુણ લાભપ્રદ અવબોધવી. નિરહંવૃત્તિ છતાં યાવતપ્રવૃત્તિ ગ્ય પ્રારબ્ધાદિક કારણે વિદ્યમાન છે, તાવત્ બાહાકાર્યો કર્યા વિના છુટકે થવાને નથી; માટે કાર્યપ્રવૃત્તિમાં નિરહંભાવે વર્તવું કે જેથી દશાર્ણભદ્રની પેઠે સામેયા વગેરે શુભ ધર્મમાર્ગોમાં અહંવૃત્તિ થઈ શકે નહિ. અસ્મત કૃત આત્મપ્રકાશગ્રન્થમાં વૃત્તિમૂલ સંસાર છે અને નિવૃત્તિ મૂલ મોક્ષ છે એમ દર્શાવવામાં આવ્યું છે તેમાંથી પ્રાપ્તવ્ય જ્ઞાનને પ્રાપ્ત કરવું.
ગવાશિષ ગ્રન્થમાં વેદાન્તદષ્ટિએ અહંવૃત્તિથી સંસારમાં જન્મ, જરા અને મરણ છે ઈત્યાદિનું વિશેષ વિવેચન કરવામાં આવ્યું છે. આનન્દઘન પદભાવાર્થસંગ્રહ પુસ્તકમાં અહંવૃત્તિના ત્યાગ સંબંધી ભાવાર્થમાં ઘણું કહેવામાં આવ્યું છે તેનું મનન, સ્મરણ અને નિદિધ્યાસન કરીને નિરહેવૃત્તિથી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. નિર્મલજ્ઞાનયેગથી સ્વાધિકારે પ્રાપ્ત સદોષ વા નિર્દોષ કાર્ય કરવાં જોઈએ. પ્રત્યેક મનુષ્ય, દેશ, કુલ, જાતિ, કર્મ, વય અને કાલાનુસારે પરિત પરિસ્થિતિને પ્રાપ્ત કર્તવ્ય કાર્યોને કરે છે. જે જે અધિકારે જે જે કર્તવ્ય કાર્યો કરવાને ભાર જે જે અવસ્થામાં શીર્ષપર આપાય છે તે હિંસાદિક દેશે સદોષ હોય વા નિર્દોષ હોય તે પણ તે કરવો પડે છે. શ્રીત્રાષભદેવ ભગવંતે અનેક પ્રકારની શિલ્પકલા પ્રગટાવવાની સ્વાધિકારે કર્તવ્ય ફરજ અદા કરી. તે પ્રવૃત્તિની વિધિ દર્શાવવામાં સદેષતા વા નિર્દે
For Private And Personal Use Only