________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨ સ્માત્ પિતાના શીર્ષપર આવી પડે એવી જે જે ધર્મપ્રવૃત્તિ હોય તેનું પરિપૂર્ણ સ્વરૂપ અવધીને અકસ્માતરૂપ આવશ્યક્તા અવબે ધીને તેની પ્રવૃત્તિ સેવવી. કેટલીક ધર્મપ્રવૃત્તિ એકદમ અકસ્માત સાધુઓ અને ગૃહસ્થના શીર્ષપર આવી પડે છે તે તે સર્વ પ્રકારની અન્ય પ્રવૃત્તિને ગણપદ આપી તેને અમુક સમય પર્યન્ત મુખ્યપણે સેવવી પડે છે. જે જે ધર્મપ્રવૃત્તિ સેવતાં અતિચારાદિદે લાગ્યા હોય છે તેઓનું અવશ્ય કરી ત્યાં પ્રતિક્રમણ કરવું પડે છે. ગૃહસ્થ લિકિક કર્મપ્રવૃત્તિ અને ધર્મપ્રવૃત્તિ સેવતાં જે જે દેશે કરે છે તેનું તેઓ પ્રાયશ્ચિત્ત તથા પ્રતિક્રમણ કરીને તે તે દોષને નિવારી શકે છે. અલ્પષ અને મહાલાભકારી એવી આવશ્યક ધર્મપ્રવૃત્તિને સેવવાથી આત્માની શક્તિને વિકસિત કરવામાં આવે છે અને અન્ય મનુષ્યનું શ્રેયઃ સાધી શકાય છે, એમ પરિપૂર્ણ અનુભવ કરવામાં આવશે તે પરિપૂર્ણ દઢ નિશ્ચયતઃ ધર્મપ્રવૃત્તિ સેવી શકાશે. બ્રાહ્મણ, ક્ષત્રિયે, વૈશ્ય અને શુદ્રો ગૃહસ્થદશામાં દ્રવ્યક્ષેત્રકાલ ભાવથી સ્વાધિકાર પ્રમાણે ઉત્સર્ગ અને અપવાદમાર્ગ સ્વલોકિક કર્માદિકની સાથે સંબંધી રહ્યા છતાં અલ્પષ અને મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને સેવી શકે છે. આપત્તિકાલમાં તેઓ સ્વસ્થિતિના અનુસાર ધર્મપ્રવૃત્તિએને સેવી શકે છે અને આપત્તિકાલમાં આપત્તિકાલીન ધર્મપ્રવૃત્તિને માન આપવામાં આવે છે તે વખતે જે ઉત્સર્ગમાર્ગની પ્રવૃત્તિ સેવવા પ્રયત્ન કરવામાં આવે છે તે અસ્થાને અને અ૫લાભ તથા મહાહાનિકર્તા સ્વર માટે થાય છે એમ અવબોધવું. મનુસ્મૃતિ વગેરે વેદાન્ત ધર્માનુયાયીઓના ગ્રન્થમાં બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરેને આપત્તિ કાલીન ધર્મપ્રવૃત્તિનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. ધર્મપ્રવૃત્તિ છે તે આચાર કિયારૂપ છે અને તે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી ભિન્ન ભિન્નાધિકારિજીને ભિન્નભિન્નપણે હોવાથી તેમાં ફેરફાર થાય એમાં કંઈ આશ્ચર્ય નથી પરંતુ તેમાં અલ્પદોષ અને મહાલાભપ્રદત્વ ખરેખર વર્તમાનમાં અને ભવિષ્યમાં હોવું જોઈએ. બાહ્ય આજીવિકાદિ પ્રવૃત્તિથી અવિરૂદ્ધ અબાધક એવી ધર્મપ્રવૃત્તિને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિક ગૃહસ્થ મનુષ્ય એવી શકે છે. તેથી તેઓ ગૃહ
For Private And Personal Use Only