________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગરની બહાર દેવીના મંદિરમાં કાઉસગ્ગધ્યાને રહ્યા. દ્વેષી રાજાએ રાત્રિએ તે મન્દિરમાં વેશ્યાને ઘાલી અને દ્વાર બંધ કરાવ્યું. પ્રાતઃકાલમાં પોતાની સાધુની ભક્ત રાણીને તે વૃત્તાંત દેખાડવા વિચાર કર્યાં. રાત્રિએ વેશ્યા મન્દિરમાં પેઢી તેથી તેના હાવભાવથી મુનિરાજ સમજી ગયા અને તેમણે સાધુના વેષ દેવીના દીવાથી બાળી નાખ્યા અને પોતે નગ્ન થઈ રહ્યા. પ્રાતઃકાલમાં રાજાએ આવી હજારો લોકોની સમક્ષ મન્દિરનાં દ્વાર ઉઘડાવ્યાં તે તેમાંથી નગ્ન મનુષ્ય મળી આબ્યા; તેથી સાધુના વેષ વિનાના મનુષ્યને દેખવાથી લોકોમાં ધર્મની હેલના થઈ નિહ. તે સાધુની એવી પ્રવૃત્તિમાં અલ્પદોષ અને મહા લાભ અવબોધવા. જો તે વખતે તે સાધુએ રાત્રિમાં સાધુના વેષ બાળી ભસ્મ કરી નાખ્યા ન હોત તો તેની અને અન્ય સાધુઓની ઘણી હેલના થાત તથા રાણી અને અન્ય લોકોની સાધુપરથી શ્રદ્ધા ઉઠી જાત; માટે તેણે અલ્પદોષ અને મહાલાભકારક પ્રવૃત્તિ સેવી એમ અવધવું. આર્યમપુટાચાર્યે સાધુઓના ઈર્ષાળુઓની જે દશા કરી તેમાં તે પ્રવૃત્તિમાં અલ્પદોષ અને મહાલાભ અવમેધવા. શ્રીમુનિસુવ્રત સ્વામી સિદ્ધપુરથી વિહાર કરીને ભરૂચમાં રાત્રિમાં ગયા અને ત્યાં પોતાના પૂર્વભવના મિત્ર ઘોડાને પ્રતિધ આપ્યું, તેમાં અલ્પ દોષ અને મહાલાભદાયક પ્રવૃત્તિ અવધવી. ધર્મપ્રવૃત્તિ વા અન્ય કોઈક લાકિક વ્યાવહારિક પ્રવૃત્તિમાં અલ્પદોષ, અલ્પહાનિ અને મહાલાભના વિચાર કરવામાં આવે છે. અલ્પાનિકર અને સ્વ તથા જગત્ની વિશેષ શ્રેયસ્કરનારી કાર્યપ્રવૃત્તિ આદરવી એ વિશ્વમાં વિવેકષ્ટિમહત્વ અવધવું. ગૃહસ્થાને ગૃહસ્થના અધિકાર પ્રમાણે ધર્મપ્રવૃત્તિયે દર્શાવવામાં આવી છે અને તેમાં સાવદ્યમિશ્રત્વ રહેલું હોય છે; છતાં પરિણામે તે ધર્મપ્રવૃત્તિયે આત્મોન્નતિના શિખરે આરાહેતાં પગથીયાં સમાન કથેલી હોવાથી ગૃહસ્થાને આવશ્યકપણે તે આદરવાયાગ્ય થાય છે. આગમામાં કથેલી ધર્મપ્રવૃત્તિયાથી સ્વાધિ કારે પ્રત્યેક મનુષ્ય આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવા ગુણી બની શકે છે. અતએવ તે તે ધર્મપ્રવૃત્તિયે સેવવાયોગ્ય અવબાધવી. અકસ્માત્ જે જે ધર્મપ્રવૃત્તિયે સેવવાયોગ્ય હોય અને તે સેવવાની ફરજ અă
૪૬
For Private And Personal Use Only