________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫.
પ્રથમ નૈતિકારિકા છે તે અન્યોની ઉન્નતિ કરી શકે છે. ધર્મની પ્રવૃત્તિ ખરેખર પરમાર્થ કરણ વગેરેથી અભિન્ન હોવી જોઈએ. ઉપકાર કરે એ ધર્મપ્રવૃત્તિ છે. સર્વ જીવોની યથાશક્તિ તન મન અને ધનથકી દયા કરવી એ ધર્મપ્રવૃત્તિ છે. સત્ય બેલડું લાવવું અને સત્ય વદનારની અનુમોદના કરવી એ ધર્મપ્રવૃત્તિ છે. વિદ્યાદાનાદિ અનેક પ્રકારનું જગત્ હિતકારક શિક્ષણ આપવું અને એવા શિક્ષણ
ગ્ય પાઠશાળાઓ સ્થાપન કરવી તે ધર્મપ્રવૃત્તિ છે દુઃખીઓના દુઃખેને ટાળવા એ ધર્મપ્રવૃત્તિ છે. મૈત્રી, પ્રમદ, માધ્યસ્થ અને કારૂણ્ય એ ચાર ભાવનાઓને જગત્માં વિસ્તાર કરે એ ધર્મપ્રવૃત્તિ છે. અસ્તેય અને બ્રહ્મચર્યની સંરક્ષા થાય એવી વિશ્વમાં જે જે પ્રવૃત્તિ કરવી તે ધર્મપ્રવૃત્તિ છે અને તેઓ વિશ્વમાં સર્વ મનુષ્યોની ઉન્નતિ કરી શકે છે તેથી તે સંસાર વ્યવહાર જીવનમાં કોઈ પણ રીતે બાધક થઈ શકતી નથી. વિશ્વવતિજી કે જેઓ ગાદિકથી દુઃખી થાય છે તેઓની ઓષધોપચારથી સેવા કરવી અને ભૂખ્યાઓને અન્નદાન આપવું તે ધર્મપ્રવૃત્તિ છે. ધમિમનુષ્યને આજીવિકાદિ હેતુઓની સાહાધ્ય આપવી તે એક જાતની ધર્મમાર્ગપ્રવૃત્તિ છે. ગુરૂકુલે સ્થાપન કરવાં એ ધર્મપ્રવૃત્તિ છે. સાધુઓને ભણવા ગણવામાં અને અન્નદાન ભેજન વગેરેથી તેઓની સેવામાં પ્રવૃત્ત થવું એ ધર્મ પ્રવૃત્તિ છે કારણ કે સાધુઓની ઉન્નતિ સાથે અનેક ઉન્નતિને સંબંધ રહે છે. શુભ ગુરૂની અને માતાપિતાદિક વડીલની સેવા કરવી તે ધર્મપ્રવૃત્તિ છે. પશુઓ અને પંખીઓનું સંરક્ષણ કરવું અને તેઓની હિંસા થતી અટકાવવી તે ધર્મપ્રવૃત્તિ છે. અનેક પ્રકારના જગત્ શ્રેય સાધક ગ્રન્થને પ્રચાર વિશ્વમાં કરે, કરાવવું અને અનુમોદવે એ ધર્મપ્રવૃત્તિ છે. સર્વ જગતમાં આબાદી શાન્તિ પ્રસરાવનારી રાજ્યની પ્રવૃતિમાં ભાગ લે એ પણ પરંપરા કારણુપેક્ષાએ ધર્મપ્રવૃત્તિ છે. પશુ સાલાઓ, પાંજરાપે, દવાખાનાં અને સ્કૂલે સ્થાપન કરવી તે ધર્મમાર્ગપ્રવૃત્તિ છે. મનુષ્યના ઉપર અનેક પ્રકારના ઉપકારે કરીને મનુષ્યના દુઃખમાં ભાગ લેઈ તેઓને શુભ માર્ગે વાળવા અને વ્યસનથી મુક્ત કરવા એ ધર્મપ્રવૃત્તિ છે. પ્રભુના અનેક
For Private And Personal Use Only