________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮ એવું આત્મસ્વરૂપ દવાને મૂર્તવસ્તુઓની પેલી પાર રહેલું આત્મસ્વરૂપ અનુભવગમ્ય કરવું જોઈએ. મૂdવસ્તુઓ પર થતો અહંમમત્વાધ્યાસ ટળવાની સાથે આત્માનું અમૂર્ત સ્વરૂપ અનુભવ વેદવા એગ્ય થાય છે. બાહ્ય જીવનની દશા એવી છે કે મૂર્તવસ્તુઓને બાહ્યજીવન રક્ષણાર્થે ગ્રા વિના ચાલે તેમ નથી એમ અવબોધ્યા છતાં વિશેષતઃ અવબોધાવવાનું કે બાહ્ય મૂર્તવસ્તુઓ ભલે એગ્ય પ્રમાણમાં બાહ્યજીવનના રક્ષણાર્થે લેવાય પરંતુ આત્માનું અમૂર્ત સ્વરૂપ અનુભવવા માટે તે મૂર્ત વસ્તુઓ પર થતા અહંવૃત્તિના અધ્યાસને તે દૂર કરે જોઈએ. મૂર્તવસ્તુઓ જગમાં છે તે ટળી જતી નથી પરંતુ મૂર્તવસ્તુઓ છે તે આત્મા નથી એ ખાસ અનુભવ થવા જોઈએ. મૂર્તવસ્તુથી ભિન્ન એવું અમૂર્ત સ્વરૂપ વસ્તુતઃ આત્માનું છે એમ અનુભવ્યા પશ્ચાત્ મૂર્તવસ્તુઓ દ્વારા આત્મામાં રતિ વા અરતિ આદિની કઈપણ અસર ઉત્પન્ન થવા પામતી નથી. મૂર્તવસ્તુઓમાંથી અહંવૃત્તિ વિલય પામ્યા પશ્ચાત્ મૂર્તવસ્તુઓ કંઈ આત્માને બંધન કરતા થઈ શકતી નથી. આત્માનું અમૂર્તસ્વરૂપ અનુભવવાને માટે અમૂર્તભાવનાને વારંવાર અભ્યાસ કરવો જોઈએ. આત્માનું સ્વરૂપ પરમજ્ઞાનરૂપ છે, એમ કથવાનું તાત્પયાર્થ એ છે કે પરમાક્ષર વિનાનું જ સ્વરૂપ છે તે આત્માથી ભિન્ન છે એમ અવબોધવું. પરમાક્ષર સ્વરૂપ આત્મા છે એમ વદનારા તથા શ્રદ્ધા કરનારા અનેક મનુ મળી આવે છે, પરંતુ આત્માનું પરમાક્ષરરૂપ અનુભવનારા તે કિંચિત્ વિરલ મનુષ્ય પ્રાપ્ત થઈ શકે છે. જે આત્મજ્ઞાનીઓ પરમાક્ષરરૂપ અનુભવવા માટે આત્માના પ્રદેશમાં ઉંડા ઉતરીને તલ્લીન થઈ જાય છે તેઓ અ૫કાળમાં મનની નિવિકલ્પદશાએ પરમાક્ષરરૂપ અનુભવી શકે છે. જગત્માં બાહ્ય મૂર્તવસ્તુઓને અનુભવ પ્રાપ્ત કરે એ સહેલ છે પરંતુ પરમાક્ષરરૂપ અનુભવ પ્રાપ્ત કરવો એ અત્યંત દુષ્કર કાર્ય છે એમ અનુભવ કરતાં અનુભવાશે. આત્માનું સ્વરૂપ પ્રપંચ રહિત છે. જ્યાં અનેક પ્રકારના બાહ્ય પ્રપંચેથી સ્વાર્થની મારામારી થઈ રહી હોય છે ત્યાં આત્મસ્વરૂપના અનુભવની ગંધ પણ કયાંથી હોઈ શકે? અલબત ન હોઈ શકે, રાગદ્વેષના સદ્ભાવે અનેક પ્રકારના પ્રપંચે ઉહવે
For Private And Personal Use Only