________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ પરિણતિ છે. પરભાવ પરિણતિમાં આત્મા જ્યારે પરિણમે છે ત્યારે તે આત્માના મૂલધર્મથી પરા મુખ થાય છે. જેમ જેમ કષાયની મંદતા ક્ષીણ થતી જાય છે તેમ તેમ આત્માના અધ્યવસાયેની શુદ્ધિ થતી જાય છે. આત્માના અધ્યવસાયની શુદ્ધિ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ઉપર ઉપરના ગુણસ્થાનકેમાં આરોહણ થતું જાય છે. આત્માના અધ્યવસાયની શુદ્ધિ થતાં ઉજવલલેશ્યાઓ પ્રકટે છે અને તેથી અશુભ પાપકર્મના સંબંધમાંથી નિવૃત્ત થવાય છે. પ્રત્યેક મનુષ્ય યાદ રાખવું કે પ્રત્યેક ક્રિયામાં પ્રવર્તતાં પિતાના આત્માને ઉજ્વલ પરિણામ વધે તેવી ભાવનામાં ઉપયોગી રહેવું. સાંસારિક વિવિધ કાર્યો કરતાં છતાં ઉર્વલ પરિણામથી પાપમાં લેપાવાને વખત આવતે. નથી. વિશ્વમાં જેમ મેરૂ પર્વત કંપાયમાન થતું નથી તેમ સાંસારિક વિવિધ કાર્યો કરતાં છતાં આત્માની સમભાવ પરિણતિનું ચલાયમાનપણું ન થાય ત્યારે ખરેખરા ઉત્તમ કર્મયેગીમાં પિતાને ગણવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. સાંસારિક કાર્યો ગૃહસ્થને કરવો પડે છે તેમાં કષાયભાવની ઉપશમતાપૂર્વક મગજની સમતલતા ન ખવાય એવી દશા પ્રાપ્ત કરવામાં આવે છે તેથી કર્મવેગનું વાસ્તવિક પદ પ્રાપ્ત કરી શકાય છે. આવી સમભાવની દશા વિના કર્મયેગની પ્રવૃત્તિ, એ વપરને અત્યંત હાનિ પહોંચાડનારી છે એમ અજ્ઞાની અને અસમભાવી કમગીના મનઆદિગની પ્રવૃત્તિપરથી સુસાને અનુભવ આવ્યા વિના રહેશે નહિ. રાગદ્વેષ કષાયના આવેશથી પ્રારંભિત કાર્યોમાં અનેક વિઘો ઉભાં થાય છે. જે જે અધિકાર પરત્વે ફરજ માનીને કરવાનાં હોય છે તેમાં રાગદ્વેષને પરિણામ કરવાથી તે તે કાર્યમાં કંઈ ફેરફાર થતું નથી ત્યારે રાગદ્વેષ કષાય સેવવાની જરૂર શી છે? અલબત્ત કંઈ પણ જરૂર નથી. તે બાબતમાં એટલું જ કહેવું પડે છે કે મગજની સમાનતા સંરક્ષીને અધિકાર પરત્વે જે જે કાર્યો કરવાના છે તે કરવાથી રાગદ્વેષને પરિણામ કરે પડતું નથી અને તેથી રાગદ્વેષના પરિણામે જે જે કર્મ ગ્રહવાં પડે છે તે ગ્રહણ કરાતાં નથી તેમજ ચિત્તની પ્રસન્નતા રહે છે અને જ્ઞાને પગની જાગૃતિમાં રહેતાં સારી રીતે કાર્યો કરી શકાય છે તેથી પરિણામે સ્વપને લાભ શાંતિ થાય છે. મનુષ્યોને
For Private And Personal Use Only