________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ દુનિયા એ મારું કુટુંબ છે અને સર્વ વસ્તુઓ ખરેખર દુનિયારૂપ કુટુંબની છે. એમ માનીને સર્વ વસ્તુઓને લાભ થાય છે તેને હૃદયથી દૂર કરવામાં આવે તે આત્મશાંતિની ઝાંખી પ્રગટયા વિના રહે નહિ. અન્ય વસ્તુઓ કંઈ આત્માની નથી છતાં અન્ય વસ્તુઓની માલિકી કરવી એ કુદરતના કાયદાથી વિરૂદ્ધ કર્તવ્ય છે. પુણ્ય અને પાપ પણ આત્માથી ભિન્ન પુલ પર્યા છે તેથી પુણ્ય અને પાપને પણ આ ત્માની વસ્તુઓ ન માનવી જોઈએ. પુણ્ય પાપાદિમાં મમત્વબુદ્ધિ ન ધારણ કરવી જોઈએ અને તેના વડે પ્રાપ્ત સાનુકુળ અને પ્રતિકુળ વસ્તુ એને પણ પોતાની ન માનવી જોઈએ. આ પ્રમાણે અંતર્ની માન્યતા રાખીને ઉદય આવેલાં કર્મ કે જેને પ્રારબ્ધકર્મ કથવામાં આવે છે તેને સમભાવે ભેગવવાં જોઈએ અને સાનુકુળ વસ્તુઓ પર લેભ પરિણામ ન ધારણ કર જોઈએ તથા પ્રતિકુળ વરતુઓ પર દ્વેષ પરિણામ ન ધારણ કરે જઈએ. આ પ્રમાણે રાગ અને દ્વેષ પરિણામને શમાવીને વ્યાવહારિક કાર્યોને અધિકાર પ્રમાણે વદશા અને સ્વશક્તિના અનુસાર કરવો જોઈએ. અન્ત ઈષ્ટ નહિ છતાં વ્યવહારે ઈષ્ટ અને ઉપયોગી વસ્તુઓને જે પ્રમાણમાં જોઈએ તે પ્રમાણમાં પ્રાપ્ત કર્યા વિના છૂટકો થતું નથી પણ તેથી એમ સિદ્ધ નથી થતું કે ઉપગી વસ્તુઓથી દૂર રહેવું. આહાર-પાણી અને વસ્ત્રાદિ ઉપયોગી વસ્તુઓને દૈનિક આવશ્યકજીવનવ્યવહારદષ્ટિએ ગ્રહવા પ્રયત્ન કરે પડે છે એ ખરું પરંતુ તત્સંબંધી કથવાનું એટલું જ છે જે આહારદિ જીવનરક્ષક વસ્તુઓને લેભ ન ધારણ કરે. આહારદિ વસ્તુઓને મમત્વ અને લેભ પરિણામ વિના ઉદ્યોગપૂર્વક ગ્રહણ કરીને બાહ્ય
જીવન સંરક્ષણની સાથે આંતરગુણ જીવનની વૃદ્ધિ કરવી એ લોકોત્તર વ્યવહાર છે. લેભકષાયથી આત્માના પ્રદેશ પાસે રહેલા આકાશ પ્રદેશમાંથી કર્મવર્ગણને આત્મા ગ્રહણ કરે છે. લેભ કષાયના પરિણામની આત્મામાં વૃદ્ધિ થાય છે કે હાનિ થાય છે અને તેના ઉપર જ્ય મેળવી શકાય છે કે કેમ તેને હૃદયમાં અનુભવ કરીને લેભની પરિણતિ ટાળવા પ્રયત્ન કર જોઈએ. લેભની પરિણતિ મંદ પડતાં સંતોષ ઉત્પન્ન થાય છે. તેને અનુભવ આવે એટલે સમજવું કે હવે લેભ કષાયને જીતવામાં
For Private And Personal Use Only