________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮ પડે છે. બાહ્ય જીવન અને આંતરજીવનની પ્રગતિ તથા તેની રક્ષાના અધિકારી ખરેખર આત્મજ્ઞાનિ હોય છે. આંતરજીવનપ્રગતિ અર્થે બાહ્ય જીવનની ઉપગિતાના અવબોધક આત્મજ્ઞાનીઓ થાય છે અને તેથી તેઓ જે કંઈ કરે છે તે કર્તવ્ય ગણીને નિર્લોભદશાએ નિર્લેપબુદ્ધિથી કરે છે. બાહ્ય જીવન જીવવું એ કંઈ આંતર જીવનની સાધ્યદશાના ઉપયોગ વિના જીવ્યું ગણાય નહિ. આંતરજ્ઞાનાદિ જીવન જીવતાં બાહ્ય જીવનની સુરક્ષાદિ માટે જે જે સાધન સામગ્રી પ્રાપ્ત કરી શકાય તેમાં કંઇ લેભપરિણામ વિના લાભ ગણી શકાય નહિ. એમ અનેકનયદ્રષ્ટિએ સાપેક્ષભાવે બોધ થતાં વિશ્વમાં વારતવિક નિર્લોભત્વ પ્રાપ્ત થાય છે એમ જ્ઞાનગી થયા પશ્ચાત જે કર્મયોગી થાય છે તેને જ કઈ અનુભવની ઝાંખી પ્રગટી શકે છે. લેભપરિણતિને નાશ થતાં આત્મામાં અનેક ગુણે પ્રગટી શકે છે અને તેને પોતાના આત્માને ખ્યાલ આવે છે. ઈષ્ટ જડ પદાર્થોને લોભ કરવાથી તે સર્વે પ્રાપ્ત થઈ શકતા નથી અને ઉલટું મનમાં આર્તધ્યાન અને રોદ્રધ્યા નના પરિણામે થયા કરે છે. તેને પરિણામ જેમ જેમ વધે છે તેમ તેમ માનસિક વાચિક અને કાયિકોપાધિ થયા કરે છે. લોભના પરિણામથી આત્માપર પરતંત્ર્યની બેડી પડે છે અને તેથી આત્મરવાતંત્ર્ય સુખની ગંધ માત્ર પણ આવતી નથી. લેભ પરિણામથી સર્વ કર્મોનું ગ્રહણ થાય છે અને તેથી ચતુરશિતિ લક્ષનિમાં પુનઃ પુનઃ પરિભ્રમણ કરવું પડે છે. જન્મ જરા અને મરણનું મૂળ કારણ લાભ છે એમ અનેક શાસ્ત્રોમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને અનુભવથી અવલેકતાં પણ સંસારનું કારણ લેભજ દેખવામાં આવે છે. સંસારમાં કલેશ-કંકાશ-યુદ્ધ-વૈર-ઝેર–પ્રપંચે–હિંસા-જૂઠ-ચોરી અને વ્યભિચાર વગેરે દુષ્ટ કર્મો ખરેખર લેભના પરિણામથી થાય છે. દેશની-સમાજની અને આત્માની સમૂળગી પાયમાલી કરનાર લેભ પરિણામ છે એમ અવબંધીને લેભને પરિણામ ટળે એ પ્રયત્ન કરી જોઈએ. જેમ જેમ લેભની પરિણતિ ટળે છે તેમ તેમ નિસ્પૃહતા–સંતોષ અને સ્વાતંત્ર્ય સુખ વધતું જાય છે. સર્વ પ્રકારે આત્મગુણોને વિનાશક લેભ છે એમ શાસકારે કશે છે તે ખરેખર સત્ય છે. સર્વ વસ્તુઓ સર્વને માટે છે.
For Private And Personal Use Only