________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૭
જો તરફથી આક્ષેપમેય ટીકા કરવામાં આવતી હોય તેથી કદિ ગભરાવું નહિ, હિમ્મત હારવી નહિ અને તેમજ મગજની સમતાને એવી નહિ. શુભાશુભ પ્રારબ્ધ કર્મયોગે જે જે કંઈ થાય છે તે બન્નેમાં સમભાવ ધારણ કરીને બાહ્યજીવન તથા આંતરિક જીવન રક્ષવાની જરૂર છે. જગતને ગુપ્ત ભેદો કે જે બુદ્ધિવિષયની બહાર છે તેમાં જ્ઞાની વિના નકામી પરવસ્તુઓની પ્રાપ્તિ માટે ધમપછાડ કરી લોભા બન વાથી સ્વપને કાંઈ પણ લાભ આપી શકાતું નથી. પરવસ્તુઓની પ્રાપ્તિ માટે લેભ કરવા માત્રથી કંઈ વળતું નથી એ ઉપયોગમાં લાવવું જોઈએ. કર્મની સાનુકુળતા વિના લેભ ધારણ કરવાથી કેવળ કાયલેશઅશાતા-શેક અને પાપના ભાગીદાર થવું પડે છે. જે જે વસ્તુઓની પ્રાપ્તિ માટે ઈચ્છા કરવામાં આવે છે તે તે વસ્તુઓને શુભકર્મના યોગે સહેજે મેળવી શકાય છે અને અશુભકર્મના ગે મહા પ્રયત્ન કર્યા છતાં પણ તેની પ્રાપ્તિ થતી નથી. જે જે વસ્તુઓ કર્મના મેગે પ્રાપ્ત થવાની હોય છે તે સહજમાં પ્રાપ્ત થાય છે. તેને માટે લેભને પરિણામ ઉત્પન્ન કરવાની કંઈ પણ જરૂર રહેતી નથી એમ અનુભવ કરવામાં આવે છે તેજ લેભને ઉપશમ-ક્ષપશમ અને સાયિકભાવ કરી શકાય છે. બાહ્ય જીવન અને આન્તરજીવનને ઉપગી એવા સાધનની જરૂર છે એ વાત ખરી છે પરંતુ તેમાં લેભ અને મૂછ ધારણ કરવાની કોઈ પણ રીતે જરૂર નથી. બાહ્ય અને આંતરિક જીવનની ઉપગિતાવાળાં સાધનની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરે જોઈએ પણ લેભ ન કરવું જોઈએ એ ખાસ લક્ષમાં રાખવા જેવી બાબત છે. નિર્લોભ દશાએ બાહ્યજીવન તથા આંતરિક જીવનની સંરક્ષા વૃદ્ધિ માટે ઉદ્યમ કરનાર આત્મજ્ઞાનીઓ હોય છે. કારણ કે તેવી દશા પ્રાપ્ત કરવાને તેઓને અધિકાર મળે છે. આત્મજ્ઞાનીઓ બાહ્યજીવન અને આંતરિક જીવનની પ્રગતિ સંરક્ષાદિ માટે પ્રવૃત્તિ કરે છે, તેમાં તેઓ પિતાની ફરજ ગણે છે તેથી તેઓ અહંવૃત્તિ અને મમત્વવૃત્તિના દાસ બની શકતા નથી તેમજ તેઓ નિર્લેપતાને સાચવવામાં આત્મજ્ઞાનને સમ્યક ઉપયોગ કરી શકે છે. અજ્ઞાનિઓને બાહ્ય જીવન પ્રગતિમાં લેભ, દ્વેષ, ચિંતા, શેક, અને હિંસાદિ અનેક પાપકર્મો કરવા
For Private And Personal Use Only