________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોઈએ. ગમે તે ધર્મને સાધુ હોય પરંતુ કર્મયોગનું લક્ષ્ય બિંદુ વ્યાપક છે અને તેથી તે દૃષ્ટિએ કર્મયોગ વ્યાપક વિષયવાળે બની શકે એમ બની શકે છે. સર્વ વિશ્વ વ્યાપક દષ્ટિથી કર્મયોગનું લખાણું કર્યું છે. સ્વાધિકારે સર્વ દેશીય મનુષ્યોને સર્વ પ્રકારના કર્મોની આવશ્યકતા છે. શરીર જીવન યાત્રાર્થે કર્તવ્ય કર્મો કરનાર પ્રત્યેક મનુષ્ય છે. સર્વ વિશ્વ મનુષ્યને કર્મયોગી એની જરૂર છે. ધારે તે પ્રત્યેક મનુષ્ય કર્મયોગી બની શકે તેમ છે. આર્યાવર્તમાં અને તેમજ સમગ્ર વિશ્વમાં કર્મયોગીઓ પ્રકટે અને ધર્મનાં તથા સ્વાર્થનાં મેહ વિના ઉપકારક કાર્યો કરે એમ ઈચ્છવામાં આવે છે. દુનિયામાં અભ્યાધિકાશે વિશ્વ વતિ સર્વ ધર્મોમાં પ્રવૃત્તિ ધર્મની
ઉપયોગિતા વર્ણવી છે. લોકમાન્ય તિલક કર્મયોગ દુનિયાના સર્વ ધર્મો. ગ્રન્થની પ્રસ્તાવનાથી જણાય છે કે “ફક્ત હિન્દુ એ સ્વીકારેલી કધર્મની ભગવદ્દગીતામાં પ્રવૃત્તિ ધર્મની મહત્તા જણાવી
ગની આ- છે.” જૈન ધર્મ અને પ્રીતિ ધર્મ નિવૃત્તિ માર્ગ પર વશ્યકતા રચાયેલ છે. બદ્ધ ધર્મમાં પણ પાછળથી પ્રવૃત્તિ ધર્મ
દાખલ થયેલ છે.” શ્રી લે. મા. તિલકના એ વિચારેની સાથે અમે સમ્મત થતા નથી તેમજ તેમના વિચારે પૂર્ણાશે સત્ય પણ નથી. જૈન શાસ્ત્રોમાં પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એમ ઉભયનું અધિકાર પરત્વે વર્ણન કર્યું છે એમ અમે પ્રસ્તાવનાના પ્રારંભમાં શાસ્ત્ર સાક્ષી પૂર્વક જણુવ્યું છે, પ્રવૃત્તિ ધર્મમાં અને નિવૃત્તિ ધર્મમાં અધિકારની આવશ્યકતા છે. જૈન શાસ્ત્રમાં પાપની પ્રવૃત્તિની નિવૃત્તિ દર્શાવી છે પરંતુ વચ્ચે પ્રવૃત્તિની નિવૃત્તિ જણાવી નથી. સ્વાધિકાર ધર્યું પ્રવૃત્તિ જેવી કે ઉપદેશ દેવે વગેરેને શ્રી તીર્થકરે પણ સેવે છે તે પછી એકલી નિવૃત્તિને જૈન ધર્મ શાસ્ત્રો જણાવે એમ કદાપિ માની શકાય નહીં માટે લે. માતિલકે તે સંબંધી પિતાના વિચારોને બદલવા જોઈએ. સાધુઓ, ત્યાગીઓ પિતાના અધિકાર પ્રમાણે સ્વામી રામદાસ, વિવેકાનંદ વગેરેની પેઠે ધર્મ પ્રવૃત્તિને સેવી શકે છે અને ગૃહસ્થ પિતાના અધિકાર પ્રમાણે ક્ષાત્ર કર્મની બ્રાહ્મ વિદ્યાની, વૈશ્ય કર્મની અને શુદ્ધ કર્મની પ્રવૃત્તિને સેવી શકે છે અને તેની સાથે ધર્મ વત અને દેવગરની આરાધના પણ કરી શકે છે એમ જૈન શાસ્ત્રામાં જણાવ્યું છે. ગૃહસ્થને અને ત્યાગીઓને છેવટનું મુક્તિસ્થાન પ્રાપ્ત કરવાનું હોય છે તેથી કંઈ સ્વાધિકારે પ્રવૃત્તિ ધર્મને નિષેધ થઈ શકત નથી એમ જન શાસ્ત્રોમાં જણાવ્યું છે. અત્યાર સુધી કોઈ ગૃહસ્થ જેને પિતાની વ્યાવહારિક ધાર્મિક પ્રવૃત્તિને ત્યજી અક્રિય દશાને સેવી નથી. શાસ્ત્રોને ન
For Private And Personal Use Only