________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
32
૩૦૫
વસ્તુઓ ભરેલી છે તેમાંથી કુદરતના કાયદા પ્રમાણે ખપ જેટલી વસ્તુઆના ઉપયોગ કરવામાં આવે તો કઈ લાભની આવશ્યકતા નથી. કુદરતના નિયમના ભંગ કરવાને માટે મનમાં લાભપરિણામનો ઉદ્ભવ થાય છે. વિશ્વની સર્વ વસ્તુઓની ઉપયાગિતા સંબંધી વિચાર કરવામાં આવે અને સ્વકીય જીવનરક્ષણાદિમાં ઉપયેાગિતાના વિચાર કરવામાં આવે તા વાપયોગી વસ્તુઓનુ વિવેક પુરસ્કર ગ્રહણ કરવું એ વાસ્તવિક નિયમ સિદ્ધ ઠરે છે અને તેમાં લાભ પરિણામ ધારવાની જરૂર રહેતી નથી. અન્ય વસ્તુઓની બાહ્યજીવનમાં ઉપયેાગિતા છે અને ધર્માર્થ બાહ્યજીવન ઉપયાગી છે એમ અવબાધીને બાહ્યવસ્તુઓને ખપ અનુસારે ગ્રહવામાં આવે તે તેમાં સંતોષ પરિણામજ રહે છે અને લાભ પરિણામને કરાડા ચેાજનના દેશવટા મળે છે એમ અનુભવગણ્ય આ વિચાર થતાં હૃદયમાં આ બાબતની શ્રદ્ધા ઉત્પન્ન થશે. જીંદગીને ઉપયાગી વસ્તુ દરરાજ ગમે ત્યાંથી મળ્યા કરે છે. અન્ન-પાણી અને વસ્ત્ર વગેરે વસ્તુઓ જીંદગીને ઉપયોગી છે, અને તે પ્રારબ્ધાનુસાર જ્યાં જન્મ થાય છે ત્યાંની આસપાસ તે તે વસ્તુઓની સામગ્રી હોય છે. પુત્રના જન્મની પૂર્વે માતાના રતનમાં પ્રારબ્ધકર્માનુસારે દુગ્ધની વ્યવસ્થા થએલી હોય છે. તેની ચિંતા કરવાના પુત્રને પ્રસંગ પણ પ્રાપ્ત થતા નથી. તદ્દત અત્ર પણ પ્રારબ્ધકર્માનુસારે આયુષ્ય જીંદગીની રક્ષાભૂત આહાર પાણી વગેરે વસ્તુ જન્મ પ્રદેશમાં જ્યાં ત્યાં મળી શકે છે તેની ચિંતા અને તેના લાભ વગેરે કરવાની કંઇપણુ જરૂર નથી. પર્વતના શિખરપર ઉત્પન્ન થએલી કીટિકાઓને ત્યાં ભક્ષ્ય વસ્તુની સગવડતા હોય છેજ. પ્રારબ્ધ કર્માનુસાર બાહ્યજીંદગીની ઉપયાગી વસ્તુઓ મળે છે તેની હાચ વરાળ કરીને નકામા લાભ ધારણ કરવાથી સિકંદર બાદશાહ અને રાવણ જેવાને પણ સુખ મળ્યું નથી અને તે બાબતને સુજ્ઞ મનુષ્યોને પ્રત્યક્ષ અનુભવ આવે તેમ છે તેા પશ્ચાત્ લાભના પરિણામને અને હદ બહાર પરિગ્રહને ધારણ કરવાની કંઇ પણ જરૂર રહેતી નથી. લાભના પરિણામ ધારણ કરવો અને હદ બહાર ઉપયોગી વસ્તુઓના સંગ્રહ કરી પરિગ્રહ વધારવા એ કુદરતના નિયમનું ભંગ કરનાર મહાપાતક છે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only