________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
આત્મજ્ઞાની પિતાના આત્માથી શરીરાદિ સર્વ જડવસ્તુઓને ભિન્ન માને છે અને તેમાં વસ્તુતઃ કંઈ સુખપ્રદત્વ દેખતે નથી તેથી તે શરીરાદિ જવસ્તુઓમાં લેભ ધારણ કરતો નથી. જગતુમાં ધનધાન્યાદિક જડવસ્તુઓને લક્ષમીભૂત માનવામાં આવે છે પરંતુ તેની પ્રાપ્તિથી અદ્યપર્યત કોઈને સત્ય સુખ પ્રાપ્ત થયું નથી. લોભથી વર્તમાનકાળમાં કોઈને સુખ થતું નથી અને ભવિષ્યકાળમાં કોઈને થનાર નથી એમ નકકી માનીને લેભ પરિણતિને ત્યાગ કરે જોઈએ. શરીરસંરક્ષણ અને શરીર જીવનપ્રદ બાહ્ય વસ્તુઓ વિના કોઈ પણ જીવને ચાલતું નથી તેથી તે વસ્તુઓને સંગ્રહવી પડે છે એ ખરું છે પણ તેથી એમ નથી સિદ્ધ થતું કે તે વસ્તુઓને લેભ કર. લેભવૃત્તિ વિના પણ વસ્તુઓને સંગ્રહી શકાય છે. લેભ પરિણામ વિના સાંસારિક ખાનપાનાદિ વસ્તુઓ દ્વારા આજીવિકાવૃત્તિ વગેરે કરી શકાય છે તે પશ્ચાત લેભવૃત્તિને ધારણ કરવાનું કંઈપણ પ્રજન રહેતું નથી. વિશ્વમાં જીવનના ઉપ
ગમાં આવે એવી વસ્તુઓને ખપ જેટલી રાખવી જોઈએ અને તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે જોઈએ એ જીવનપ્રવૃત્તિને નિયમ છે અને તેનાથી વિશેષ પ્રાપ્ત કરીને અન્ય જીના જીવનમાં વિઘ નાખી નાહક અસંતોષી બની વિશ્વજીવન વ્યવસ્થાના ઘાતક થવું એ કંઈ પણ રીતે
ગ્ય નથી. વિશ્વની સર્વ વસ્તુઓ માટે લેભ ધારણ કરવામાં આવે અને કદાપિ માને કે ઈચ્છિત સર્વ વસ્તુઓની પ્રાપ્તિ થાય તે પણ શું ? પ્રાપ્ત વસ્તુઓથી શું? આયુષ્યની રક્ષા થવાની છે અને રેગ, શેક, દુઃખ વગેરેને નાશ થવાને છે? ઉત્તરમાં કથવું પડશે કે કદાપિ નહિ. જે વસ્તુઓ સુખરૂપ નથી તે તેઓની પ્રાપ્તિથી કદાપિ સુખ થવાનું નથી એ સત્ય સિદ્ધાંતને સમગ્ર વિશ્વ ફેરવવા શક્તિમાન થતું નથી. એક તળાવમાં સહસ મનુષ્યને એકવર્ષ પર્યત ચાલે એટલું જળ ભર્યું છે. પ્રત્યેક મનુષ્ય યદિ પિતાની ઈચ્છા પ્રમાણે જલપાન કરે તે એકવર્ષ પર્યત સહસ મનુષ્યને ચાલી શકે ખરું પરંતુ યદિ એક મનુષ્ય બળવાન થઈને ન્યાયને ભંગ કરી પાંચસે મનુષ્યના ભાગનું વાર્ષિક જળ સ્વયે ગમે તે રીતે વાપરી નાખે તે પંચશત મનુષ્યના જીવનમાં વિન્ન કર્તા થઈ પડે તત્ અત્ર વિશ્વરૂપગૃહમાં આજીવિકાદિ અર્થે ખાનપાનાદિની અનેક
For Private And Personal Use Only