________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
અને અપમાનથી મૃત્યુ પામતું નથી. માન અને અપમાનની કલ્પાચલી વ્યવહારવૃત્તિને તે ઔપચારિક માનીને વિસ્મરે છે અને સ્વકર્તવ્યમાં માન અને અપમાનની સ્થિતિમાં નિર્લેપ રહે છતે પ્રવૃત્તિ કર્યા કરે છે. માયા અર્થાત્ કપટની પરિણતિ એ આત્માની સ્વાભાવિક પરિણતિ નથી, પરંતુ વિભાવિક પરિણતિ છે. માયાની પરિણતિના સંકલ્પ અને વિકલ્પ જ્યાંસુધી ઉદ્ભવે છે તાવત્ આત્માની સ્વાભાવિક સરલતાને ખ્યાલ આવે દુર્લભ છે. પરવસ્તુઓને જ્યાં સુધી સ્વાર્થ હોય છે ત્યાંસુધી તેની પ્રાસ્યાથે માયાની પરિણતિ સેવવી પડે છે. જડવતુએમાંથી અહંમમત્વ યદિ ટળે તે માયા સ્વયમેવ ઉપશમે છે અને ચિત્ત ચાંચલ્યને વિનાશ થાય છે. આત્માની પરમાત્મદશા પ્રાપ્ત કરવામાં માયા મહા વિદ્ભકારી છે. દેવગુરૂની આરાધનામાં માયા વિન્ન કરનારી છે. એક આત્મા, ધર્મમાં જ્યારે લયલીન થાય છે ત્યારે માયા શમી જાય છે અને તેથી તેનામાં નિર્દોષ લઘુ બાળકના જેવી સરલતા ઉદ્ભવે છે. નિર્દોષ લઘુ બાળકની સરળતા કરતાં અનંતગુણ વિશુદ્ધજ્ઞાન ઉદ્ભવે છે ત્યારે આત્માના સહજાનંદને અનુભવ આવી શકે છે. જ્ઞાનપૂર્વક અનંતગુણ વિશુદ્ધ એવી સરળતા પ્રાપ્ત થતાં નિવૃત્તિ સુખ અનુભવ્યાથી સંસાર અને મુક્તિને અંતર અવબોધી શકાય છે. આત્મજ્ઞાનપૂર્વક અનંત વિશદ્ધ સરલતાની અવામિથી વાસ્તવિક મસ્તપણે પ્રકટે છે અને તેથી સહજાનંદની એવી અનંતગુણ વિશુદ્ધ ખુમારી પ્રગટે છે કે જેથી મુક્તિનું આત્મામાં અત્રજીવતાં આ ભવમાં સત્યસુખ વેદાય છે. જ્ઞાનપૂર્વક અનંતગુણ વિશુદ્ધતાની પ્રાપ્તિ માટે સર્વ પિલિક સ્વાર્થોની આહુતિ આપવી પડે છે. અર્થાત્ સર્વપ્રકારના પાલિકસ્વાર્થોને નાકના મેલવાણી અહંમમવલજજાભીતિને ત્યજવાં પડે છે. પૂર્વ મહષિઓએ આ પ્રમાણે નિર્માયિક જીવન પ્રકટાવીને પરમાત્મપદની પ્રાપ્તિ કરી હતી. મહાત્માનું આંતરિક અને બાહ્ય નિર્માયિકજીવન હોય છે. કપટવિનાનું મન, કપટવિનાની વાણીને વ્યવહાર, કપટવિનાને દેહને વ્યાપાર અને કપટવિના સર્વજીની સાથે આત્મિક સંબંધ એજ અધ્યાત્મિકેન્નતિને મૂલ મંત્ર, મહાપુરૂષોને સદ્ગુરૂ કૃપાથી પ્રાપ્ત થાય છે. નિઃસ્વાર્થજ્ઞાનમય સરળતાની પ્રાપ્તિથી અલૈકિક દશાને અનુભવ આવે છે, અને અનેક દોષનું
For Private And Personal Use Only