________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૭
રમણતા
માગણી શેતાનને સારી લાગી નહીં તો પણ તેને તે પ્રમાણે કબુલ કરવું પડયુ અને શિષ્યના હૃદયમાંથી નીકળી ગયા તેથી શિષ્યને લોકાલોક સર્વ પ્રત્યક્ષ દેખાવા લાગ્યાં. આ કથામાંથી સાર એ લેવાના છે કે રાગદ્વેષરૂપ શેતાન જો આત્માના અસંખ્ય પ્રદેશમાંથી સર્વથા નીકળી જાય તો આત્મામાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શનના ઉત્પાદ થાય અને તેથી સર્વ દુનિયાના સર્વ પદાર્થોના સર્વ ધર્મને જાણવામાં તથા દેખવામાં આવે. રાગદ્વેષને ધિક્કારવા માત્રથી તેઓ ટળી જતા નથી. પરંતુ આત્મ જ્ઞાન મેળવીને આત્માના સ્વભાવમાં જે કરે છે તેઆનાથી રાગદ્વેષ સ્વયમેવ દૂર થાય છે. રાગદ્વેષરૂપ શૈતાન, સર્વવિશ્વને પોતાના વસ્ય કરવા પ્રયત્ન કરે છે. તએવ રાગદ્વેષ ક્ષય કરવાની જિજ્ઞાસાવંતમુમુક્ષુઓએ શુદ્ધપયોગ ધારણ કરીને જેનુ ધ્યાન ધરવાથી રાગદ્વેષની પરિણતિ ન ઉદ્ભવે એવા પરમાત્માના શુદ્ધ વરૂપમાં મસ્ત બનવું જોઇએ. રાગદ્વેષના જેમ મંદોદય થતા જાય છે તેમ તેમ આત્માનું સ્વાભાવિક સુખ અનુભવાય છે. વિશ્વવત્તિ મુમુક્ષુઓએ રાગદ્વેષની પરિણતિની મંદતા અને ક્ષીણતા કરવા ખાસ લક્ષ્ય દેવું જોઇએ. જે જે ધર્મોનુષ્કાનાવડે રાગદ્વેષની પરિણિતના નાશ થાય તે તે અનુષ્ઠાનોદ્વારા ધર્મ સાધનમાં પ્રયત્નશીલ બનવું જોઈએ. ક્રિયાચોગમાં પ્રવૃત્તિમય છતાં રાગદ્વેષની સામગ્રીયાથી આત્મામાં રાગદ્વેષની પરિણતિ જાગ્રત્ ન થાય તે પર ખાસ લક્ષ્ય દેવું જોઇએ. જ્ઞાન ચેાગના એવા પરિપક્વ અભ્યાસ કરવા જોઇએ કે જેથી અધિકાર પરત્વે કર્મચેાગી બનતાં છતાં પણ નિર્લેપદશા કાયમ રહે. રાગદ્વેષના સાધનાની સામગ્રી ન મળે એવાં સ્થાનાદિને પ્રાપ્ત કરીને કેટલાક અર્ધદગ્ધ મનુષ્યે મનની શાંતતા અમુક સમય પર્યંત સંરક્ષી શકે પરંતુ જ્યારે રાગદ્વેષ સાધક સામગ્રીના સંચાગા મળ્યા કે પુનઃ રાગદ્વેષના ઉત્પાદ થાય એવી સ્થિતિથી રાચવા માચવાનું નથી. ન મળે ખાવા બ્રહ્મચારી” એવું તો રાગદ્વેષના હેતુઓના અભાવે કંઇ કથાય પણ તેથી કંઇ સર્વથા રાગદ્વેષના ક્ષય થતા નથી. ક્રોધમાનને દ્વેષમાં અને માયાલાલના રાગમાં સમાવેશ થાય છે. કષાયના સાળ ભેદ છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેલ; ૨. અપ્રત્યાખ્યાની ક્રોધ,
For Private And Personal Use Only