________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
ષરૂપ વિકલ્પ છે તેજ ગુરૂની કૃપાથી ટળે છે. અને પશ્ચાત્ આત્મસંબંધી શુદ્ધપયાગ રહેવાથી શુદ્ધાપયોગ સમાધિ તરીકે પ્રગટ ભાવને પામે છે. શબ્દાદિ આલેખનદ્વારા સવિકલ્પતાપૂર્વક જ્ઞાનીને ધ્યાતા-ધ્યેય અને ધ્યાનની એકતાએ નિર્વિકલ્પ સમાધિ પ્રકટે છે. દ્રવ્યાનુયાગની રશૈલીએ અને જૈનની અધ્યાત્મ શૈલીએ સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિની વ્યાખ્યામાં યત્ કિચિત્ ભેદ પડે છે પરંતુ તે સાપેક્ષા પૂર્વક હોવાથી તે ભેદ વિરોધ ભાવને ભજતા નથી. દ્રવ્યાનુયાગની શૈલીપૂર્વક શુભેાપયોગ અને શુદ્ધાપયોગરૂપ સમાધિનું સ્વરૂપ જ્યાંસુધી અવબોધવામાં આવતું નથી ત્યાંસુધી અધ્યાત્મશૈલીએ સામાન્યતઃ સમાધિ અવધવાથી સમ્યક્ સમાધિનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકાતું નથી. અતએવ દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મશૈલીપૂર્વક સર્વિકલ્પ નિવિકલ્પક સમાધિનું સ્વરૂપ અવળેાધાય છે ત્યારે આત્મસમાધિની સમ્યક્ષણે પ્રાપ્તિ થાય છે અને તેથી આત્માનું સહેજ સુખ પ્રગટે છે. આત્મજ્ઞાનીએ આત્મસમાધિની પ્રાપ્તિ માટે આત્માના અન્વય ધર્મપ્રતિ ઉપચાગ દેવે અને બાકીની સર્વ ખાખતની યાદી ભૂલી જવી. આત્મજ્ઞાનથી આત્માના અસંખ્ય પ્રદેશને ધ્યેયપણે ધારવા અને આત્માના અસંખ્ય પ્રદેશમાં જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણા વ્યાપી રહેલા છે એવા સ્થિરપયોગ ધારણ કરીને આત્માના અસંખ્યપ્રદેશમાં લયલીન થઇ જવું. એકાન્ત સ્થિર ચિત્ત રહે એવા ઉપાચા સેવી પદ્માસન વા સિદ્ધાસનવાળી આત્માસંખ્યપ્રદેશાને ધ્યેયરૂપે ધારીને તેમાં તલ્લીન થવાથી નિવિકલ્પ સમાધિને સાક્ષાત્કાર અનુભવ પ્રાપ્ત થાય છે. આ ભવમાં સદ્ગુરૂકૃપાથીજ આત્મજ્ઞાન વૈરાગ્યપ્રતાપે નિવિકલ્પ સમાધિને ચારિત્ર દશામાં અનુભવ આવે છે અને તેથી ઇંદ્રિયાતીત સહજ સુખનું ધૈન એવું પ્રગટે છે જે ચાદ ભુવનમાં ન માય એવું જણાય છે. જ્ઞાન અને આનંદરૂપજ આત્માનું સ્વરૂપ છે જ્ઞાન અને આનંદથી ભિન્ન આત્મા નથી. જ્ઞાન અને આનંદ જ્યાં છે ત્યાં આત્મા છે. જ્ઞાન અને આનંદ જ્યાં છે ત્યાં આત્માના અસંખ્યપ્રદેશે જાણવા. જ્ઞાન અને આનન્દનું જે રૂપ આત્માનું છે. તે નિર્વિકલ્પ સમાધિમાં સાક્ષાત્કાર થાય છે. નિવિકલ્પ સમાધિમાં જે અનુભવાય છે તેજ પરમાત્મા, પરમેશ્વર, પરબ્રહ્મ, ખુદા પરમજ્યંતિ છે.
For Private And Personal Use Only