________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯. અભાવે ફક્ત શુદ્ધપાગવડે સમાધિની પ્રાપ્તિ થાય છે, તેને નિરાલબન વેગ કહે છે. ચિત્તવૃત્તિનિષ: ચિત્ત-રાગદ્વેષાત્મકવૃત્તિના નિરોધરૂપ એગને પણ નિવિકલ્પ સમાધિમાં સમાવેશ થાય છે. અર્થાત્ તેને વાસ્તવિક વાર્થ ભાવે છે તે નિર્વિકલ્પ સમાધિમાં ઘટે છે સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકથી નિરાલંબન નિવિકલ્પ સમાધિને પ્રારંભ થાય છે અને તેની કંઈક ઝાંખીને પ્રમત્તગુણસ્થાનકમાં અનુભવ પ્રાયઃ પ્રગટે છે. સવિકલ્પક સમાધિ કરતાં નિવિકલ્પક સમાધિ તે અનંતગુણ ઉત્તમ છે. પદ, પિંડસ્થ ધ્યાન દ્વારા નિર્વિકલ્પક રૂપાતીત નિવિકલ્પ સમાધિમાં પ્રવેશ થાય છે. વેદાંતની અપેક્ષાએ સવિકલ્પક અને નિવિકલ્પ સમાધિની જૂદી રીતે વ્યાખ્યા કરવામાં આવે છે. કેટલાક સપ્રજ્ઞા સમાધિ અને નિપ્રજ્ઞા સમાધિ એ બે ભેદમાં સમાધિનું સ્વરૂપ દર્શાવે છે. ધ્યાતા ધ્યેય અને ધ્યાનનું જ્ઞાન
જ્યાં સુધી રહે છે. ત્યાંસુધી સપ્રજ્ઞા સમાધિ છે. એ બે પ્રકારની સમાધિને પણ સ્યાદ્વાદશિલીએ સાલંબન અને નિરાલંબન સમાધિમાં સમાવેશ કરવામાં આવે છે. આત્મજ્ઞાનને જ્યાં નાશ થાય એવી સમાધિને વીતરાગ સર્વજ્ઞદેવે સ્વીકારી નથી. ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકતા
જ્યાં પરઆલંબને થાય છે તે પરાલંબન સમાધિ અવધવી અને આત્મગુણેમાં ધ્યાતા–ધ્યેય અને ધ્યાનની એકતા થાય છે તે નિરાલંબન સમાધિગ જાણવે. સાલંબન સવિકલ્પ સમાધિના ધ્યેય ભેદે અનેક ભેદ પડે છે. આકાળમાં નિવિકલ્પ સમાધિની ઝાંખીને સાતમાગુણસ્થાનકની પ્રાપિવડે અનુભવ આવે છે, એ યત્ કિંચિત્ એ દશાની રમણતા કરતાં અનુભવ આવે છે. સવિકલ્પ સમાધિની પ્રાપ્તિ પશ્ચાત્ નિવિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે. જે લોકો સવિકલ્પક સમાધિની પ્રાપ્તિ કરી શક્યા નથી તે લેકે નિવિકલ્પક સમાધિની કેવી રીતે પ્રાપ્તિ કરી શકે વારૂ? જે કે ઔદયિક ભાવમાં કેઈ અપેક્ષાએ શુદ્ધપગ સમાધિને અંતરાવ થાય છે. તથાપિ તે ખરેખર ઉપશમાદિ નિવિકલ્પક શુદ્ધપગ સમાધિમાં નિમિત્તકારણરૂપે પરિણમવાથી તેની આવશ્યક્તા સિદ્ધ કરે છે. શુભગ સમાધિ છે તેજ શુદ્ધરૂપે પરિ ગ્રામ પામીને શુદ્ધપગ સમાધિરૂપે પ્રસિદ્ધિને પામે છે. શુભરાગ
For Private And Personal Use Only