________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
જાણું છે, અનુભવે છે અને આત્મસુખથી આંતરજીવને જીવી શકે છે. આ બાબતને આત્માનુભવ થાય છે.
શાતાવેદનીય અને આત્મસુખ એ બન્નેમાં આકાશ પાતાળ જેટલા તફાવત છે. કેટલાક ખાલવા શાતાવેદનીયને આત્મસુખ તરીકે માની લે છે. પુણ્યના ઉદયથી શાતાવેદનીય ભોગવાય છે. અતએવ શાતાવેદનીય છે તે પુછ્યાયજન્ય હોવાથી પૈાલિક કહેવાય છે. પાંચ ઇંદ્રિયો અને છઠ્ઠા મનદ્વારા ખાદ્યપુદ્ગલાવડે શાતાવેદનીય ભાગવાય છે. શાતાવેદનીય ભાગપ્રતિ પૌદ્ગલિક વસ્તુ નિમિત્ત કારણ છે અને પુણ્યવિપાકલિંક ઉપાદાન કારણ છે. અન્ય પર પોલિક વસ્તુઓદ્વારા જે જે સુખની પરિણતિ ઉદ્ભવે છે તે શાતાવેદનીય કહેવાય છે. અશાતા વેદનીય ભોગવવામાં પાંચ ઇંદ્રિચાના વિષયો નિમિત્ત કારણ રૂપે પરિણામ પામે છે. શાતાવેદનીય વસ્તુતઃ પુણ્યવિપાકજન્ય હોવાથી પુણ્યત્રિપાદની પેઠે તે ક્ષણિક છે. પુણ્યવિપાકના ક્ષયની સાથે શાતાવેદનીય પરિણામના પણ નાશ પામે છે. શાતાવેદનીયને છાયારૂપ કલ્પવામાં આવે છે તે અશાતાવેદનીયને તાપરૂપ ગણવામાં આવે છે. પુણ્યને સુવર્ણની એડી કલ્પવામાં આવે છે અને પાપને લાહની બેડીની ઉપમા આપવામાં આવે છે. પુણ્ય સ્કંધા અને પાપ પુદ્ગલ ધા એ બન્નેથી આત્મા ભિન્ન છે. શરીરની આરોગ્યતા રહેવી, ઇષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થવી, યશ કીર્તિના પ્રચાર થા, દુ:ખના હેતુઓનું દૂર થવું, આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત રહેવું અને તેથી જે શાતા ભગવાય છે તે શાતાથી આત્મસુખ તો અનંત ગુણ ભિન્ન છે. શાતાવેદનીયને પણ વસ્તુતઃ જ્ઞાની અશાતારૂપ માનીને તેના ભાગને ઇચ્છતા નથી. આત્માને પર વસ્તુના પારતંત્ર્યદ્વારા જે સુખ થાય છે તે વસ્તુતઃ પર પાલિક વસ્તુના પર વશપણાથી દુ:ખજ છે. અન્ય વસ્તુઓના આલમને જે સુખ ભાગવવું તે પ્રયાસજન્ય હોવાથી દુઃખરૂપજ છે. અતએવ આત્મજ્ઞાનીઓ પુણ્યજન્ય શાતાવેદનીય ભાગને ભાગ્ય કર્મચાગે ભાગવતા છતા પણ તે આત્મિક સુખ નહીં હોવાથી શાતાવેદનીય ભેગામાં રાચતામાચતા નથી અને શાતાવેદનીય ભાગોની પ્રાપ્તિ માટે રાગ
For Private And Personal Use Only