________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
પોતાનામાં ઉત્પન્ન થએલા આત્માનુભવના વિશ્વાસ આવે એવા નિયમથી પોતાનું આત્મસ્વરૂપ સ્વયમેવ અનુભવી શકાય પરંતુ તેને અન્યને અનુભવ કરાવી શકાય નહિ. અન્ય મનુષ્યા એવી આત્મદશામાં આવે તે આત્મસ્વરૂપનું અનુભવજ્ઞાન કરી શકે. તેના વિના અન્ય કાઈ ઉપાય નથી. આત્માના શુઢાપાગવડે આત્માનું સ્વરૂપ પોતામાં અનુભવાય છે. આ ખાખતમાં જ્ઞાનાર્ણવમાં આમન્યે વામનામાથં ઘચમેવારુમુખ્યતે ઇત્યાદિ વાચાવડે સાક્ષી મળી આવે છે. આત્માના શુદ્ધ સ્વરૂપના શુદ્ધાપયાગવડે અનુભવ કરવા માટે પરમાસ્મરૂપ હું છું એવા અભ્યાસ પાડીને પરમાત્મ વાસનાને દઢ રંગ લગાડવા જોઇએ. જ્ઞાનાર્ણવમાં કહ્યું છે કે—સત્ત્વા: સવાદ મિત્યચચત્રનાત । વાસનાં દૈત્યક્ષેત્ર પ્રાર્માસ્યાત્મવ્યવસ્થિતિ | અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર ધારક પરમાત્મા તેજ હું છું. લોડનું લોડ, ઓડનું પરમાત્મા તેજ હું છું. પરમાત્મા તેજ હું છું. પરમાત્મા તેજ હું છું. એવા સતત અભ્યાસ કરતા છતા પરમાત્મ વાસનાને દઢ કરતા એવા આત્મજ્ઞાની સ્વકીય આત્મવ્યવસ્થાને પામે છે. સોઢું મોઢું એવા શબ્દના ઘોષ કરવામાં આવે પરંતુ તેના સમ્યગ્ અર્થ ન જાણવામાં આવે તે સારૂં તત્ત્વમસિ એવા શબ્દોને ફોગ્રાફ બનીને વદવાથી વદનક્લેશ વિના અન્ય ફળ થતું નથી. અતએવ સાદું સોઢું તવમસ્થાતિ શબ્દોના સાતનયાની અપેક્ષાએ સમ્યગ્ અર્થ અવએધીને શુદ્ધાપયેાગે તન્મયપરિણતિએ પરમાત્મભાવનાની નાને દઢ કરવામાં આવે તે અલ્પકાળમાં અંતમાં પરમાત્મભાવ પ્રગટે છે, એમ નિશ્ચયતઃ અવધવું. જેવી દ્રવ્ય (વિત્ત ) માં રૂચિ (રાગ) થાય છે અને જેવી તરૂણીમાં રાગબુદ્ધિ પ્રગટે છે તેવી જો આત્માની પરમાત્મ ભાવનામાં રાગબુદ્ધિ પ્રગટે તો સ્વહસ્તમાં પરમાત્મા અને મુક્તિ છે એમ જાણવું. શુદ્ધે પયોગ-સુરતાવડે સર્વ કાર્યર્મો આત્માની પરમાત્મ દશા ભાવતાં-ચિતવતાં અને તેમાં તન્મય થતાં આત્મા શુદ્ધ નિર્લેપ બને છે અને નવીન કર્મ આંધતા નથી. આ બાખતની ખાત્રી કરવા માટે આવી આત્મદશાના અભ્યાસ સેવ્યા વિના અન્ય કાઈ ઉપાય નથી.
વાસ
For Private And Personal Use Only