________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪ અધ્યાત્મજ્ઞાની આત્મજ્ઞાનપરિણતિમાં જેવું ધ્યેય સ્વરૂપ ભાવે છે તે સ્વયંબને છે. કચ્યું છે કે જિયાનમચંદ્ર મહૂર્તમહા રમગામનારમા તદુપતમિતે આત્મા પિતે શુદ્ધઅમૂર્ત–પરમાક્ષર ચિદાનંદમય એવા પરમાત્માને સ્મરણ કરે તો તે આત્માવડે આત્મા નિરૂપાતીત પરમાત્માને પ્રાપ્ત કરે છે. આત્માએ પોતાના શુદ્ધવરૂપનું ધ્યાન કેવી રીતે ધરવું જોઈએ તે નીચે પ્રમાણે બતાવવામાં આવે છે.
अतीन्द्रियमनिर्देश्यममूर्तकल्पनाच्युतम् । चिदानन्दमयं विद्धि स्वस्मिन्नात्मानमात्मना । आत्मानं सिद्धमाराध्य प्राप्नोत्यात्मापि सिद्धताम् । वर्तिः प्रदीपमासाद्य यथाभ्येति प्रदीपताम् ॥ सुनिरुद्धेन्द्रियग्रामे प्रसन्ने चान्तरात्मनि । क्षणंस्फुरतियत्तत्त्वं तद्रूपं परमात्मनः ॥ स्वविभ्रमोद्भवं दुःखं, स्वशानादेव हीयते । तपसापिन तच्छेद्य मात्मविज्ञानवर्जितैः ॥ आत्मात्मना भवंमोक्ष मात्मन: कुरुतेयतः। अतोरिपुर्गुरुश्वाय मात्मैवस्फुटमात्मनः ॥ આત્માનું સ્વરૂપ પાંચ ઇદ્રિ અને છઠ્ઠા મનની બહાર છે. કઈ પણ રીતે આત્માનું સ્વરૂપ કથંચિત્ નિર્દેશ્ય નથી. આત્માનું અમૂર્ત સ્વરૂપ છે. અમૂર્ત એવા આત્માને અમૂર્ત એવા અનુભવ જ્ઞાનદ્વારા અનુભવાય છે. અનુભવજ્ઞાન અને આત્મા એકરૂપ છે તેથી અનુભવજ્ઞાન એજ આત્માને અનુભવ સાક્ષાત્કાર અવબોધ જોઈએ. રાગદ્વેષની સર્વ કલ્પનાઓથી ભિન્ન એવું આત્મસ્વરૂપ છે. રાગદ્વેષની કલ્પનાઓથી પેલી પાર રહેવું એવું આત્મસ્વરૂપ જે મહાત્મા ધ્યાનમાં અનુભવે છે. તે કુદરતની લીલાની ઝાંખી પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે. ચિત્ અર્થાત્ જ્ઞાન અને વિષયભોગ વિનાનો જે આનંદ છે તે આનંદ એ બેને અનુભવ પ્રાપ્ત થતાં ચિદુ અને આનંદમય આત્મા છે એ સાક્ષાત્કાર થતાં આત્મા પોતાના આત્માવડે પોતાનામાં આત્માના શુદ્ધ સ્વરૂપમય પરમાત્માનો અનુભવ કરે છે. જ્ઞાની આત્માને સિદ્ધરૂપ આરાધીને આત્મામાં રહેલી સિદ્ધતાને આવિર્ભાવે
For Private And Personal Use Only