________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
કરી શકે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા આગમને અભ્યાસ કરીને અને અનેક નાની અપેક્ષાએ તેનું મનન કરીને જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા આત્મજ્ઞાની મુનિવર ગુરૂનું શરણ અંગીકાર કરીને તેમનાં પાસાં સેવી આત્માનું અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવું. દીવે દીવા થકી થાય છે. જેનામાં આત્મજ્ઞાનની જ્યોતિ પ્રગટી હોય છે તેમની પાસે રહેવાથી અને તેમની કૃપાથી અધ્યાત્મજ્ઞાનની તિ પ્રગટાવી શકાય છે. તેના વિના અન્યોપાવડે આત્મજ્ઞાન હદયમાં પ્રગટતું નથી. આત્મા એજ પરમાત્મા છે. આત્માને પરમાત્મારૂપે દેખે. સર્વત્ર સર્વ પ્રાણીઓમાં આત્મા એજ પરમાત્મા છે એવું દેખે. એવું ભાવે અને એવું આચરણ કરે એટલે રાગદ્વેષ કષાયથી મુક્તપણું થશે અને સર્વત્ર સર્વ પ્રાણુંએમાં પરમાત્મ ભાવનાના સંસ્કાર દઢ થવાથી તમારે આત્મા તેજ પરમાત્મારૂપે ઝળકશે તથા વારતવિક સુખના ભોક્તા બનશે. આ મારૂપ પરમાત્માએ જરા માત્ર જ્ઞાનથી ભિન્ન નથી. આત્માના ધ્યાનમાં વયં પરમાત્મા છે એવું અનુભવ્યાની સાથે તમારું દિવ્ય આત્મિકજીવન આનંદમય અનુભવાશે.
આ શરીરમાં સર્વત્ર વ્યાપી રહેલા આત્માના અસંખ્યપ્રદેશ તરફ ઉપગ દે. શુદ્ધાપયોગ પણ આત્માના અસંખ્યાત પ્રદેશમાંજ રહ્યા છે અને તે જ અસંખ્યાત પ્રદેશરૂપ છે એમ ભાવના કરવી. આત્માના અસંખ્યાત પ્રદેશની એક વ્યક્તિ જ ભાસે પણ સાથે રહેલું શરીર ન ભાસે અને તેનું ભાન ભૂલાય એવી રીતે શુદ્ધપગમાં તલ્લીન થઈ જવું. આવી રીતે જેમ વિશેષ ઉપગમાં રહેવાય તેમ તન્મયતા સાધવી, અને પશ્ચાત્ એ ઉપગ કરે કે અસંખ્યાત પ્રદેશમય વ્યક્તિરૂપ આત્માથી અભેદપણે જ્ઞાનાદિગુણોને અનુભવાય. આ પ્રમાણે આત્માનું આત્મગુણેથી અભિન્નપણે ખાતાં–ઉઠતાં–બેસતાં અને અન્ય કર્યો કરતાં ભાન રહે-સુરતા રહે એવા અભ્યાસ પાડ. આ પ્રમાણે શાપગના અભ્યાસવડે આત્મધ્યાન ધરતાં જે કંઈ ત્રુટિ રહે છે તેને પણ ખ્યાલ રહે છે અને તેને પરિહાર કરવા અનુભવ પ્રગટે છે. શુદ્ધ પગ પ્રમાણે આત્માના ગુણેમાં ઉપર પ્રમાણે રમણુતા કરતાં સહજ સમાધિ પ્રગટે છે, અને તેથી પ્રશ્ચાત્ અન્ય કંઈ પામવ્ય બાકી
For Private And Personal Use Only