________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭છે.
તેના અસંખ્ય વા અનંત ભેદે છે. આગના પરિપૂર્ણ અનુભવદ્વારા જ આત્મજ્ઞાની મુનિવરે આત્માનુભવને અનુભવ કરે છે તેઓ ખરેખર ઉપર્યુક્ત પશમ દશામાં અનુભવના ભેદ સંબંધી અનુભવ મેળવે છે અને તેઓ હૃદયને નિર્મલ કરી સર્વસંગપરિત્યાગ પૂર્વક શરીર છતાં રવયમેવ પરમાત્માઓ બને છે. તેઓને આત્મજ્ઞાનીઓ પારખવા શક્તિમંત થાય છે. જગતમાં સાકાર પરમાત્માએ સર્વસંગ પરિત્યાગી મુનિવરે છઠ્ઠા ગુણસ્થાનકસ્થિત શબ્દનયની અપેક્ષાએ ચારિત્ર દ્વારા અવબોધવા. અજ્ઞાનીઓને અજ્ઞાનદશા પર્યત આત્મારૂપ પરમાત્માનું અનુભવ દર્શન થતું નથી તેથી તેઓ આત્માનુભવ કરનારાઓની વાતને ગપ્પાં માને છે પણ જ્યારે તેઓ સદગુરૂદ્વારા આ
ભારૂપ પરમાત્માનો અનુભવ કરે છે ત્યારે તેઓને પોતાની પૂર્વની માન્યતાઓ ઉપર અને આચરણો પર હાસ્ય પ્રગટે છે. જે આત્મારૂપ પરમાત્મા ખરેખર શરીરમાં વ્યાપી રહ્યો છે તેને સમ્ય અનુભવ
જ્યાં સુધી મળતું નથી ત્યાં સુધી પરવસ્તુઓમાં પરમાત્મા શોધવાની પ્રવૃત્તિ રહે છે. જ્યાં સુધી એવી દશા છે ત્યાં સુધી મનુષ્ય પરતંત્રતાની દ્રવ્ય અને ભાવ બેડીમાં જકડાઈ રહે છે. પોતાના આત્માને દ્રવ્ય અને ભાવથી જ્યાં સુધી દીન માનવામાં આવે છે ત્યાં સુધી કોઈ દેશના મનુષ્ય ખરેખરા દ્રવ્ય અને ભાવથી રવતંત્ર અને સુખી થઈ શકતા નથી. જ્યાં સુધી જીવન મરણ અને અનેક ઈચ્છાઓ માટે ભયાદિ વૃત્તિના દાસ થવું પડે છે ત્યાં સુધી દુનિયામાં પરતંત્રતાજ છે એમ નકકી માનવું. સર્વ પ્રકારની ઈચ્છાઓના વિલયની સાથેજ ઈશ્વર પિતાનામાં પ્રગટે છે એમ ખાત્રીથી માનવું. ભયાદિ સંજ્ઞાઓના વિનાશની સાથે જ શરીરમાં રહેલા સાકાર પરમાત્માને અનુભવ થાય છે એ બાબતની ખાત્રી આનંદની પરિપૂર્ણ ઘેન પ્રગટે છે તેજ દર્શાવી આપે છે. ઇન્દ્રિયકારા અમુક વિષયેથી જે આનંદ ઉદ્દભવે છે તે તે જડ વસ્તુઓના નિમિત્તે ઉત્પન્ન થએલે લેવાથી તેનું અત્ર ગ્રહણ કરવાનું નથી અત્ર તે સહજાનંદી ઘેનને જે હૃદયમાં બાહ્ય વિષયના નિક્ષપણે અનુભવ પ્રકટે છે તેનું ગ્રહણ ક્રવાનું છે. પોતાનામાં અમુક અમુક ગુણસ્થાનકની અપેક્ષાના અંશે સાકાર
For Private And Personal Use Only