________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૧
પરમાત્મભાવનાથી દેખે અને પિતાના હૃદયમાં ઉચ્ચ સંસ્કારો પાડે. પિતાને ધિક્કારનારાઓ ખરેખર આત્મજ્ઞાનભાવથી આપણને અવબેધતા નથી. જો તેઓ આત્મદષ્ટિ પામશે તે આપણને આત્મદષ્ટિથી દેખશે. તેમના જેવી ઘણું ભવમાં આપણે પણ જડવાદદષ્ટિ ધારણ કરી હતી માટે તેમાં કંઈ આશ્ચર્ય નથી. તમે કેઈથી બંધાયેલા નથી અને કેઈ તમને બાંધવા સમર્થ નથી એમ પિતાને અનુભ!!! તમે પોતાના આત્મારૂપ ઈશ્વરની સન્મુખ દષ્ટિ ધારણ કરીને સર્વ કરે એટલે તમારી આંખે સત્યને જ પ્રકાશ પડશે અને કર્તવ્યમાં પણ સત્યજ તરી આવશે. કર્મ-માયા એ શરીરની છાયા સમાન છે. તેના સામું દોડવાથી તે કદી પકડાઈ શકાશે નહિ. પરંતુ
જ્યારે આપણે આત્મસૂર્યના સમ્મુખ ગતિ કરીશું ત્યારે તે પોતાની પાછળ રહેશે. આત્મારૂપ પરમાત્મા તમે છે. બાકી દશ્યમાં તમે છેજ નહિ. એવો દઢભાવ ધારીને પિતાના આત્માને પ્રત્યેક કાર્યમાં અરૂપી નિરંજન તટસ્થ દેખશે તે વિશ્વનાટકને ખરેખરો અનુભવ તમને થશે. તટસ્થ રહીને દેખવું અને તટસ્થપણે જાણવું અને તટસ્થ રહીને દુનિયા સંબંધી સર્વ વિચાર કરવાથી આત્મારૂપ પરમાત્મા ખરેખર દેહમાં રહ્યા છતાં સહજાનન્દ ભેગવવા સમર્થ થાય છે. બે મલેમલ્લ કુસ્તી કરે છે તેમાં બનેને કુસ્તીમાં જે આનંદ પડે છે તેના કરતાં રાગદ્વેષને ત્યાગ કરીને તટસ્થપણે બનેને દેખનારાઓને વિશેષ આનન્દ પ્રગટે છે. નાટકશાળામાં નાટકીયાએ જે પિતાને વેષ કરે છે તેમાં ફક્ત તેઓની આજીવિકા બુદ્ધિ હોવાથી તેઓને વેઠ સમાન પ્રવૃત્તિ લાગે છે. તેઓને પુછવામાં આવે કે તમે નાટક ભજવતાં કેટલે બધે આનન્દ પ્રાપ્ત કર્યો છે? તેના ઉત્તરમાં તેઓ કહેશે કે કંઈ નહીં. અમારે પાઠ અમોએ દુઃખ વેઠીને ભજવ્યે છે. હવે નાટક પ્રેક્ષકોને પુછવામાં આવે કે તમને નાટક પ્રેક્ષણથી આનંદ થયે કે કેમ ? તેના ઉત્તરમાં તેઓ કહેશે કે અમને ઘણે આનંદ થયે. નાટક પ્રેક્ષકે પણ ખરેખર તટસ્થ ગણાય નહીં તથાપિ તેઓને ચતુકિંચિત્ તટસ્થ દષ્ટિથી નાટક દેખવાથી આનન્દ થયો તે જ્યારે સમ્યગ્દષ્ટિપણાની તટસ્થષ્ટિ આવે અને આત્માની
For Private And Personal Use Only