________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦ વાહમાં વૃત્તિ બંધાઈ હોય તેઓની અધિકારિતા નથી અને તેઓએ આત્મજ્ઞાનની આશા રાખવી નહિ. કારણ કે આ દુનિયાની કીર્તિ અપકીર્તિ વાહવાહ વગેરે ભૂલ્યા વિના આત્મજ્ઞાનનું દિવ્યજીવન પ્રાપ્ત થતું નથી. આત્મજ્ઞાની થનારને સૂચના કે દુનિયા તમારી અપકીર્તિ એટલી બધી કરે કે વાયરામાંથી પણ તમને તેવા શબ્દો સંભળાય તે પણ મરેલા મડદાની પેઠે તમારે કીર્તિ અને અપકીર્તિમાં આચરણ કરવાને પ્રયત્ન સેવ પડશે. દુનિયા તમને ધિક્કારે તે પણ તમારે ધિક્કા૨ના શબ્દો હસીને ભૂલી જવા પડશે. એ પહેલાંથી નિશ્ચય કરીને અને દુનિયામાં રહ્યા છતાં દુનિયાના શુભાશુભભાવને નમસ્કાર કરીને અધ્યાત્મજ્ઞાનને માર્ગ અંગીકાર કરશે તે તમે અધ્યાત્મજ્ઞાનના દિવ્યજીવનને સાક્ષાત્કાર કરીને પોતાના આત્માને પરમાત્મરૂપે અનુભવી શકશે. આમાં અંશમાત્ર અસત્ય નથી. એમ તમારે વિશ્વાસ ધારણ કરીને આત્મજ્ઞાનમાર્ગમાં પ્રવેશવું. અધ્યાત્મજ્ઞાનમાં પ્રવેશ થવાથી દુનિયામાં પ્રચલિત સર્વ ધર્મોનું રહસ્ય તમને સમ્યગ્દષ્ટિથી સમ્યપણે અવબેધાશે અને સર્વ તીર્થો, સર્વ દે, અને સર્વ મહાત્માઓના સ્વરૂપને અન્તમાં અનુભવશે. જે ઈશ્વરથી તમે પોતાને દૂર માને છે તે ઈશ્વર તે આત્માના અસંખ્યાત પ્રદેશરૂપે સ્વયમેવ ઝળહળી ઉઠશે. તમે દુનિયાની પરીક્ષા કરવા ઈરછા ન રાખે અને દુનિયા તમારી પરીક્ષા કરીને જે અભિપ્રાયે બાંધે તે ઉપર લક્ષ્ય ન રાખે. તમારા અધિકાર પ્રમાણે વ્યાવહારિક અને ધાર્મિક જે જે કર્તવ્યરૂપ ફરજો તમારે અદા કરવાની હોય તે કર્યા કરે અને તેમાં પિતાના આત્મારૂપ પરમાત્માનું ધ્યેયસ્થાન કરીને આનંદથી વર્તી કરે. અનેક દુઃખમધ્યે રહીને પણ અંતમાં સુખસ્વરૂપ પોતે હું ઈશ્વર છું એમ ભાવના કરે. સંમૂછિમની પેઠે અથવા આંધળી ચાકર્ડની પેઠે વિશ્વપ્રવાહમાં અન્ધશ્રદ્ધા રાખીને ન તણાઓ. આત્મામાં બળ પ્રગટાવીને મિથ્યા રહેને દૂર કરી વિશુદ્ધ પ્રેમથી સર્વ જીવતા દેને પૂજે, ધ્યા અને તેઓના આત્માઓની સાથે સ્વાત્માને એક રસરૂપ કરીને તેને અભેદાનુભવ અનુભવે !!! આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનિને ધિકારનારાઓને પણ તેઓ સત્તાએ પરમાત્મા છે એવી
For Private And Personal Use Only