________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૪
જાય છે. વિષ-ઉધઇ વગેરેને અગ્નિ માળીને ભસ્મ કરી નાંખે છે પણ અગ્નિને કાઈ ખાળી શકતું નથી. આત્મજ્ઞાની થએલા અને થતા એવા કરોડો દોષને જ્ઞાનાગ્નિથી આળીને ભસ્મ કરી દે છે. આત્મજ્ઞાનીએ તે કારણથી નિર્દોષ રહી શકે છે અને જ્ઞાનરૂપ અગ્નિમાં પેાતાના આત્માને શુદ્ધ કરી અગ્નિકુલના તરીકે પેાતાને ખરી રીતે વિશ્વમાં જાહેર કરે છે.
આત્મજ્ઞાનીએ જે જે કંઈ કરે છે તે તે સર્વમાં અદ્વૈત્વ-મમત્વ અને અમુક મર્યાદાથી બહુ નહીં હોવાથી સર્વ જીવેાની સાથે તેમને આત્મભાવ વધતા જાય છે. તેનું આત્મજ્ઞાન પ્રતિદિન વિકાશ પામતું જાય છે અને તેઓ વસુધૈવ કુટુમ્ એવી દશામાં આવીને ઉભા રહે છે. તેઓ પૂર્વકર્મની પ્રેરણાથી જે કંઇ કરે છે તે જોકે બાહ્યષ્ટિથી તે કર્મ દોષરૂપ ગણાતું હોય છે તથાપિ વસ્તુતઃ આન્તરિક-માનસિક દોષથી મુક્ત હોવાથી તેઓ નિર્દોષજ હોય છે એમ અવમેધવું. અધ્યાત્મજ્ઞાનીઓના હૃદયમાં તેમને આત્મારૂપી પરમાત્મા જાગ્રત્ થયેલ હોય છે, તેથી તે સર્વત્ર ધ્યેયદ્રષ્ટિએ જીવા તેજ પરમાત્માએ છે એવું અનુભવવાને સમર્થ થાય છે. આ સમગ્ર વિશ્વમાં સમ્યગ્ દૃષ્ટિએ જાગ્રત થએલા મનુષ્યેા સાકાર પરમાત્માએ છે અને અજાગ્રત્ જીવા નિદ્રિત પરમાત્માએ છે. ગમે તેવી કર્મની ઉપાધિમાં તેઓનુ પરમાત્મત્વ ટળતું નથી. આ પ્રમાણે સમગ્ર વિશ્વમાં જ્યાં દેખેા ત્યાં જીવ માત્ર પરમાત્મરૂપ જેને ભાસે છે એવા જ્ઞાની પરમાત્મભાવનાએ વ્યક્તિતઃ પરમાત્મા છે. પરમાત્માને અન્તમાં અનુભવવાના છે. આત્મજ્ઞાની આવી પૂર્ણશ્રદ્ધાથી તે સર્વ ક્રિયા કલ્પનાઓને તરીને તેની પેલી પાર રહેલા પરમાનન્દને પરમાત્મરૂપ બનીને અનુભવ કરે છે. જે પાતાનું પરમાત્મરૂપ છે તે ત્રણ કાળમાં ટળવાનું નથી. સત્તાએ પરમાત્મદ્રવ્યમાં અંશ માત્ર ફેરફાર થતા નથી આવી એકવાર શ્રદ્ધા થઇ એટલે પરમાત્માને પ્રાપ્ત કરવાનું દિવ્ય ચક્ષુ પ્રગટ થઈ ગયું એમ જાણવું. આત્મજ્ઞાનીએ આવી આત્મશ્રદ્ધાથી ભ્રષ્ટ થતા નથી. ત્રણ લેાકના દેવતાએ તેમને ચલાવવા આવે તે પણ તેઓ આત્મશ્રદ્ધાથી ભ્રષ્ટ થતા નથી. તેમના ઉપર સમગ્ર વિશ્વમનુષ્યે ધસી આવે તે
For Private And Personal Use Only