________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમાં મૃત્યુ પામે પણ જે તે તરણુકિયાને જ્ઞાની હોય તે તેને જલ મારવાને શક્તિમાન થતું નથી તદ્વત્ ઈષ્ટનિષ્ટ એવા પંચદ્રિયગ્રાહપદાર્થોને આ સંસારસાગર છે તેમાં અજ્ઞાનીઓ બુડે છે અને આત્મજ્ઞાનીએ તે તેના ઉપર તરે છે. ઈષ્ટનિષ્ટકપાયેલા પદાર્થોમાં ડુબકીએ ન મારનાર અને તેના ઉપર તરનાર એવા આત્મજ્ઞાનીને સાંસારિક વૈષયિક પદાર્થો બાધ કરવાને શક્તિમાન થતા નથી. આત્મજ્ઞાન જેઓને પ્રાપ્ત થયું છે તેઓ ઈષ્ટાનિક પંચેંદ્રિય વિષના સંબંધમાં આવતાં છતાં નિર્લેપ રહી શકે છે. અફીણ સેમલ વગેરે વિષને જે ભક્ષણ કરે છે તેના પ્રાણને નાશ થાય છે પરંતુ ઓષધી વગેરેથી સેમલ વગેરેને જેઓ મારીને અમુક પ્રમાણમાં ખાય છે તેઓના પ્રાણની-શરીરની ઉલટી પુષ્ટિ થાય છે. આત્મજ્ઞાનીઓ સાંસારિક ભેગ પદાર્થોને આત્મજ્ઞાનથી મારીને તેઓને ભેગવે છે તેથી તે તે વૈષયિક પદાર્થોથી તેઓ બંધાતા નથી. ગૃહસ્થાવાસમાં રહેલા તીર્થંકમાં કેચિત તે ચક્રવત્તિ હોય છે તેઓ આખી દુનિયાનું રાજ્ય કરે છે, સર્વ સાનુકુળ પદાર્થોને ઉપભેગ કરે છે છતાં તેઓ બંધાતા નથી ઉલટા તેઓ કર્મની નિર્જરા કરે છે. આત્મજ્ઞાનીઓને પાંચે ઇદ્રિ હોય છે. પ્રત્યેક ઈદ્રિયથી તેઓ તે તે ઇંદ્રિયગ્રાહ વિષયને ગ્રહે છે પરંતુ તેમાં ઈષ્ટનિષ્ટ ભાવનાઓવડે મનને પ્રવર્તાવતા નથી તેથી તેઓ ઇંદ્રિય વિષયેથી બંધાતા નથી. આત્મજ્ઞાનીઓ ચાલે છે, હાલે છે, ખાય છે, અને પીએ છે ઈત્યાદિક શારીરિક કર્મમાં પ્રવૃત્ત થાય છે. પણ આત્માને આમા તરીકે અવબોધીને અન્ય સર્વના અહંમમત્વથી મુક્ત રહે છે, તેથી તેઓ વેદાન્તની જીવન્મુક્ત દશા અને જૈનદષ્ટિએ સમ્યગ દષ્ટિની દશાને પ્રાપ્ત કરે છે. છે. કરોડો-અસંખ્ય અજ્ઞાની મનુષ્ય કરતાં એક આત્મજ્ઞાની મનુષ્યનું જીવન ઉત્તમ છે. કોડે અજ્ઞાનીએ જે પાપ કરે છે તેવું પાપ યદિ જે એક આત્મજ્ઞાની કરે તે પણ તે આત્મજ્ઞ હોવાથી કરોડો અજ્ઞાનીઓ કરતાં અનંતગુણહીન કર્મબંધ કરે છે. અથવા તે તે અમુક કષાયના અભાવે નિર્લેપ રહે છે. આત્મજ્ઞાની અગ્નિસમાન છે. અમિમાં નાંખેલા સર્વ પદાર્થો બળીને ભસ્મસાત થઈ
For Private And Personal Use Only