________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨
થતું નથી. અધ્યાત્મતત્વજ્ઞાતા થઈ શકાય પરંતુ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સુખ દુઃખના કંદથી વિમુક્ત થવું અને હૃદયપર કોઈ પણ શુભાશુભત્વની અસર ન થવા દેતાં સાક્ષી તરીકે રહી આત્માના ગુણાએ આત્મામાં પરિણમવું એ અનંતગુણ દુષ્કર કાર્ય છે. અધ્યાત્મજ્ઞાનમાં પરિણમતાં આત્માવિનાની અન્ય વસ્તુઓનું અહંમમત્વ વિણસે છે. હાડેહાડમાં અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થયા વિના નિરૂપાધિમય નિસંગનિવૃત્તિમય જીવન પ્રાપ્ત થઈ શકતું નથી. પૂર્વના મુનિવરેને અધ્યાત્મજ્ઞાનની ખરેખરી ખુમારી લાગી હતી અને હાડોહાડમાં ચેલમજીઠના રંગની પેઠે આત્મામાં અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થયું હતું તેથી તેઓએ માયાઉપર પોતાને પગ મૂક્યું હતું અને અનેક ઘેર પરિષહ સહવાને સમર્થ થયા હતા. ગજસુકુમાલ, સ્કંધકસૂરિના શિષ્ય, અને મેતાર્યમુનિ વગેરેનાં દષ્ટાંતે એમ જણાવે છે કે અધ્યાત્મજ્ઞાનનું આત્મામાં ખરેખરૂં પરિણમન થયા વિના ભાવચારિત્ર, નિશ્ચયચારિત્રપણે આત્મા પરિણામ પામી શકતા નથી. અધ્યાત્મજ્ઞાનનું પરિણુમન થવાથીજ ત્યાગ, દાન, ક્ષમા, અને દયા વગેરે ગુણે સારી રીતે પ્રગટી શકે છે. આત્માને સર્વ જડવસ્તુઓથી અને દેવાદિ જડથી ભિન્નપણે અનુભવવામાં આવે છે ત્યારે સર્પની કાંચળીની પેઠે આપે આ૫ કર્મના આવરણે વિખરવા લાગે છે અને નિરાવરણ સૂર્યની પેઠે આત્મા સર્વ જ્ઞાનાદિ શક્તિઓ વડે પ્રકાશી શકે છે. આત્મજ્ઞાન થયા બાદ કીતિ અને અપકીતિની અસર આત્માપર ન થાય એ અભ્યાસ પાડે જોઈએ. કેઈ ગાળ દે અને કઈ સ્તુતિ કરે તે પણ નામ રૂપની કલ્પનામાં પરિણમન ન થાય એવી રીતને અભ્યાસ સેવા જોઈએ. આત્મજ્ઞાનિયે દુનિયાના માન અને અપમાનપ્રતિ લક્ષ દેતા નથી. માન-અપમાન, સ્તુતિ-નિન્દા, હર્ષ-શેક, અને સુખ-દુઃખ વગેરેના સંગે વચ્ચે આત્માને મૂકીને તેમાં આત્મા અલિપ્ત કેટલે રહે છે તેની તપાસ કરવી અને તેવા સંગે ખાસ સેવીને આત્માની અલિપ્તતાને પ્રકટાવવી કે જેથી પુનઃ હાદિથી પાછા પડવાને પ્રસંગ ન આવે અને અધ્યાત્મજ્ઞાનમાં આત્મા પરિણમે. અધ્યાત્મશાસ્ત્રો વાંચીને અને શ્રવણ કરીને અધ્યાત્મજ્ઞાનમાં વિજ્ઞથવા માત્રથી આત્માના
For Private And Personal Use Only